અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ મતવિસ્તારના આંતરમાળખાકીય વિકાસને વેગ આપતા વધુ એક મહત્વના રસ્તાને રિસર્ફેસીંગ કરવાના કામને મંજૂરી અપાવી છે. કુંકાવાવ તાલુકાના હનુમાન ખીજડીયા ચારણ સમઢીયાળા રસ્તાની બિસ્માર હાલતને સુધારવા અને ગ્રામીણ કનેક્ટિવિટી મજબૂત કરવાના હેતુથી રૂ. ૧૪૦ લાખના ખર્ચે સદર રસ્તાને રિસર્વેસીંગ કરવાની કામગીરીને વહીવટી મંજૂરી મળી છે. આ કામ અંતર્ગત હનુમાન ખીજડીયા ચારણ સમઢીયાળા (નોનપ્લાન) રસ્તાના ૩.૫૦ કિલોમીટર અંતરમાં રિસર્ફેસીંગ કરાશે. આ અંગે મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. હનુમાન ખીજડીયા ચારણ સમઢીયાળા રોડના કામથી આ વિસ્તારના પરિવહનમાં આમૂલ પરિવર્તન આવશે.