વડિયા તાલુકાના છેવાડાના સરહદી હનુમાન ખીજડીયા ગામે ગ્રામ પંચાયત દ્વારા બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગામને વધારાના એક રસ્તાની સુવિધા મળતા ગામલોકોમાં આંનદની લાગણી છવાઈ છે. પેટાચૂંટણી બાદ નવા વરાયેલા યુવા સરપંચ સત્યમ મકાણી દ્વારા ગામને ગોકુળિયું બનાવવા અને ગામલોકોને પાયાની તમામ સુવિધાઓ આપવા માટે અનેક વિકાસ કર્યો કરવામાં આવી રહ્યા છે. હાલ પંચાયતની ટર્મ પૂર્ણ થવાના આરે છે ત્યારે ગામના પ્લોટીંગમાંથી ઉભી થયેલી આવક જે સરકારમાં જમા થતી હોય છે. તે ઓપી ગ્રાન્ટ વિકાસ કાર્યો માટે પરત લાવી ગામના લોકોને સારા આંતરીક રસ્તાની સુવિધાઓ આપવા આ બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં યુવા સરપંચ સત્યમ મકાણી, ઉપસરપંચ અમરૂભાઈ ગળ, પ્રફુલ ગોંડલીયા, અશ્વિનભાઈ ભેડા, જમનભાઈ વોરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.