બાબરાના વતની અને હાલ સુરતમાં રહેતા રમેશભાઈ તાવેથીયા દ્વારા પૂનમે હનુમાનજી મહારાજ અને રામનાથ મહાદેવની કૃપાથી બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દર પૂનમે આ આયોજન થાય છે જેમાં આ વખતે પૂનમના ભોજનના દાતા રમેશભાઈ છે. રમેશભાઈના સુપુત્ર ચિ. રવિભાઈને ત્યાં પુત્રનો જન્મ થતા આનંદમાં આ ભોજનમાં ફૂલ ડીશ, રસ પૂરી, શાક અને જમણવાર પીરસવામાં આવ્યું હતું. રમેશભાઈ બાબરાના અમરાપરા ગામમાં અનેક વિકાસના કાર્યોમાં સક્રિય ભાગ લઈ ઉમદા કાર્યો કરે છે.