એક મહિના પહેલા લગ્નના બંધનમાં બંધાયેલ પોપ્યુલર ટીવી કપલ નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્મા રાજસ્થાનમાં હનીમૂન માટે પહોંચ્યા છે. નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્મા રાજસ્થાનના જૈસલમેરમાં હનીમૂન એન્જાય કરી રહ્યા છે. તેમણે પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સિવાય તેમના ફેન પેજ દ્વારા પણ તસવીરો શેર કરવામાં આવી છે. ટીવી શા ‘ગુમ હૈ કિસી કે પ્યાર ર્મેંમાં વિરાટ અને પાખીનું પાત્ર ભજવનાર એક્ટર્સ નીલ અને એશ્વર્યાએ ૩૦મી નવેમ્બર ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બન્ને એકબીજોને ડેટ કરી રહ્યા હતા. તેમણે પોતાના રિલેશનશિપને આગળ વધારવાનો નિર્ણય લીધો અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. નીલ ભટ્ટ અને એશ્વર્યાના લગ્નમાં ટીવીના અનેક કલાકારો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ અભિનેત્રી રેખા પણ તેમના લગ્નમાં હાજર રહ્યા હતા. નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્માની મુલાકાત ગુમ હૈ કિસી કે પ્યાર મેંના સેટ પર થઈ હતી. તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી અને થોડા સમયમાં તેમણે પોતાના રિલેશનશિપની સત્તાવાર જોહેરાત કરી હતી. નીલ અને એશ્વર્યાની જોન્યુઆરી ૨૦૨૧માં રોકા સેરેમની થઈ હતી. લગ્ન પછી બન્ને એક્ટર્સ કામ પર પાછા ફર્યા હતા અને શૂટિંગની શરુઆત કરી હતી. પરંતુ હવે સમય નીકાળીને રાજસ્થાન ગયા છે. એશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર
એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે ઘૂમર ડાન્સ કરી રહી છે. એશ્વર્યાએ લખ્યું છે કે આ ડાન્સ તેનો ફેવરિટ છે અને તેણે નીલનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે નીલ અને એશ્વર્યા નવા વર્ષની ઉજવણી પણ રાજસ્થાનમાં જ કરશે.