રાજુલાના બાલાપુરમાં વર્ષ ર૦૧પમાં થયેલ મારામારીની ઘટના હત્યામાં તબદીલ થઇ હતી. જે કેસ રાજુલા એડી. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીઓ હાથીભાઇ અરડુ, રામભાઇ સત્યા, સુરાભાઇ સત્યા, કનુભાઇ સત્યાને આઇપીસીની કલમ ૩૦રના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ. ૪-૪ લાખનો દંડ, કલમ ૧૧૪ના ગુનામાં આજીવન કેદની સજા, કલમ ૩ર૩ના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧-૧ હજારનો દંડ, કલમ ૩ર૪ના ગુનામાં ૩ વર્ષની સાદી કેદની સજા તથા પાંચ-પાંચ હજારનો દંડ, કલમ ૩રપના ગુનામાં ૭ વર્ષની સાદી કેદની સજા તથા દસ-દસ હજારનો દંડ, કલમ પ૦૪ના ગુનામાં બે વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ મૃત્યુ પામનારના વારસદારને વળતર પેટે રૂ. ર૦ લાખ ચૂકવવાનો હુકમ કરાયો છે.