ઉદયપુર હત્યાકાંડને લઈને રાજસ્થાનમાં ગેહલોત સરકારમાં મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસનો પિત્તો ગયો. મંત્રી પ્રતાપ સિંહે કહ્યું કે જે પણ આરોપી હશે તેને ગોળી મારી દેવી જાઇએ. ખાચરિયાવાસે એક ટ્‌વીટમાં કહ્યું કે ઉદયપુરમાં યુવકની અમાનવીય હત્યાની સખત નિંદા કરીએ છીએ. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડક સજા ફટકારીને તમામને ફાંસી આપવી જાઇએ.
તેમણે એક ઇન્ટરવ્યુમાં પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું હતું કે, મને ગઇકાલથી ગુસ્સો આવી રહ્યો છે. તેમને તરત જ મારી નાંખવા જાઇએ. ચાર દિવસની અંદર તેમને ફાંસીએ લટકાવી દેવા જાઇએ.
‘આજે સમગ્ર દેશમાં જે વાતાવરણ બગડ્યું છે, જ્યાં જ્યાં સાંપ્રદાયિકતાનું વાતાવરણ છે. તે વાતાવરણને સુધારવાની જવાબદારી આપણી છે. કોઈપણ ભોગે રાજસ્થાનમાં વાતાવરણ બગડવા નહીં દઈએ. જે ગુનેગારોએ ગુનો કર્યો છે તેમને મારવામાં આવશે. કોઈપણ ભોગે છોડશે નહીં. એમ માનીને ચાલજા કે ફાંસીનો ફંદો ગરદનમાં પડશે ત્યારે દર્દની ખબર પડશે. જ્યારે પોલીસ તેમને મારશે ત્યારે તેમને ખબર પડશે કે પોલીસની લાકડી કોને કહેવાય છે.