શીના બોરા મર્ડર કેસમાં ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં જેલમાં રહેલી ઈન્દ્રાણી મુખર્જીએ જેલમાંથી કેન્દ્રીય તપાસ એજન્સીને પત્ર લખ્યો છે. પત્રમાં ઇન્દ્રાણી મુખર્જીએએજન્સીને કહ્યું છે કે શીના બોરા જીવિત છે અને સીબીઆઈએ તેને શોધી કાઢવી જાઈએ. જાણવા મળે છે કે ઈન્દ્રાણીએ સીબીઆઈને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જેલમાં તેને મળેલી એક મહિલા કેદીએ તેને કહ્યું છે કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. ઈન્દ્રાણીએ સીબીઆઈ તપાસની માંગ કરી છે.
શીના બોરા તેના પહેલા લગ્નથી જ ઈન્દ્રાણી મુખર્જીની પુત્રી હતી. ઈન્દ્રાણીની ૨૦૧૫માં ૨૫ વર્ષની શીના બોરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. સીબીઆઈએ આ કેસમાં ત્રણ ચાર્જશીટ અને બે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે જેમાં ઈન્દ્રાણી મુખર્જી, તેના ડ્રાઈવર શ્યામવર રાય, પૂર્વ પતિ સંજીવ ખન્ના અને પીટર મુખર્જીને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.શ્યામવરે મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે, ૨૦૧૨માં ઈંદ્રાણી મુખર્જીએ શીના બોરાનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ઈંદ્રાણી શીનાને પોતાની બહેન બતાવતી હતી. આગળ તપાસમાં ખબર પડી કે, શીના બોરા ઈંદ્રાણીની પ્રથમ દિકરી હતી જે મુંબઈમાં પોતાની માતાને ઘર અપાવવા માટે બ્લેકમેઈલ કરી રહી હતી.
તપાસમાં એવું સામે આવ્યું હતું કે, ઈંદ્રાણી મુખર્જીની દિકરી શીના અને દિકરો મિખાઈલને છોડી દીધા હતા. શીનાને પોતાની માતા વિશે ત્યારે ખબર પડી જ્યારે તેમની તસ્વીર મીડિયા એક્ઝીક્યૂટિવ પીટર મુખર્જી સાથે એક મેગેઝીનમાં છપાઈ હતી.ત્યાર બાદ કથિત રીતે શીના મુંબઈ આવી. તેની માતા ઈંદ્રાણીએ શીનાને પોતાની બહેન બતાવી હતી. ત્યાં સુધી કે, પોતાના પતિ પીટર મુખર્જીને પણ આ જ બતાવ્યું. પણ ૨૦૧૨માં શીના ગાયબ થઈ ગઈ. બાદમાં રાહુલ મુખર્જી (પીટર મુખર્જીની પ્રથમ પત્નીનો દિકરો)એ શીના વિશે જાણવાની કોશિશ કરી. રાહુલ અને શીના પ્રેમ કરતા હતા. રાહુલે બાદમાં જણાવ્યું કે, શીના વિદેશમાં રહેવા માગતી હતી, કારણ કે, તે કંઈ કરતા નહોતા.
૨૦૧૫માં જ્યારે મામલો સામે આવ્યો તો, તપાસમાં ખબર પડી કે, ઈંદ્રાણીએ મુંબઈના બાંદ્રામાં શીનાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી અને તેની લાશને રાયગઢ જિલ્લામાં દફનાવી દીધી. તપાસ એજન્સીઓએ દાવો કર્યો હતો કે,શીના બોરાના અવશેષો મળ્યા હતા. જા કે, ઈંદ્રાણીએ તેને ફગાવી દીધા હતા.સીબીઆઈએ પીટર મુખર્જીની હત્યાના કાવતરામાં સંડોવણીના આરોપમાં ધરપકડ પણ કરી હતી, જા કે તેને ૨૦૨૦માં જામીન મળી ગયા હતા.તે જ સમયે, ગયા મહિને જ બોમ્બે હાઈકોર્ટે ઈન્દ્રાણીની જામીન અરજી ફગાવી દીધી હતી. તે પછી ઈન્દ્રાણી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરે તેવી શક્યતા છે.