કોરોના મહામારી બાદ બે વર્ષના અંતરાલ બાદ હજ પર જઈ રહેલા ભારતીય મુસ્લિમો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કારણ કે આ વાર્ષિક મુસ્લિમ તીર્થયાત્રા હજનો ખર્ચ ૫૦ ટકા વધી ગયો છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા, સરકાર સંચાલિત સંસ્થા, હજ યાત્રાળુઓ માટે મુસાફરીની વ્યવસ્થા કરે છે. ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ આ વર્ષે ભારતમાંથી ૭૯,૨૩૭ મુસ્લિમો હજ પર જઈ શકે છે.
જ્યારે વર્ષ ૨૦૧૯માં ૨ લાખ મુસ્લિમ હજયાત્રીઓ હજ પર ગયા હતા. આ વખતે સાઉદી અરેબિયા દેશી અને વિદેશી સહિત માત્ર ૧૦ લાખ શ્રદ્ધાળુઓને આવવાની મંજૂરી આપી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં સાઉદી અરેબિયાની સરકારે કોઈ પણ વિદેશીને હજ કરવાની મંજૂરી આપી નથી.કણર્ટિક સ્ટેટ હજ કમિટીના ચેરમેન રૌફુદ્દીન કાચરીવાલેએ કહ્યું કે તેમના હાથ બંધાયેલા છે, આ બધું સાઉદી અરેબિયાના કારણે થયું છે. આ વર્ષે હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા જતા ભારતીય યાત્રાળુઓએ ૩,૯૦,૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે, જે ૨૦૧૯માં ૨,૬૯,૭૦૦ રૂપિયા હતા. તે જ સમયે, ખાનગી ઓપરેટરો હજ યાત્રીઓ પાસેથી ૬ લાખ રૂપિયા સુધી વસૂલી રહ્યા છે. હજ વિઝાની કિંમત ૧,૨૦૦ રિયાલ છે. જ્યારે પહેલા તેની કિંમત ૩૦૦ રિયાલ હતી. તે જ સમયે, ભારતથી રિટર્ન ફ્લાઈટ ટિકિટની કિંમત ૬૦,૦૦૦ રૂપિયાને બદલે ૯૦,૦૦૦ રૂપિયા છે. આ સિવાય સાઉદી અરેબિયાએ ૧૫ ટકા વેટ લાગુ કર્યો છે. હોટલ પર ૫% મ્યુનિસિપલ ટેક્સ પણ છે.
આર્થિક સંકટના કારણે શ્રીલંકાના મુસ્લિમોએ હજ ન કરવાનો નિર્ણય લીધો છે. આરબ ન્યૂઝના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાએ વર્ષ ૨૦૨૨ માટે શ્રીલંકાથી ૧૫૮૫ હજ યાત્રીઓના ક્વોટાને મંજૂરી આપી હતી. જો કે, આ નિર્ણય નેશનલ હજ કમિટી, શ્રીલંકા હજ ટૂર ઓપરેટર્સ એસોસિએશન અને મુસ્લિમ ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ સહિત અનેક હિતધારકો દ્વારા કરવામાં આવેલી ચચર્િ બાદ લેવામાં આવ્યો છે.
તે જ સમયે, સાઉદી અરેબિયા દ્વારા જોરી કરાયેલ એડવાઈઝરી અનુસાર, આ વર્ષે ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો હજ યાત્રા પર જઈ શકશે નહીં. તેમના પર પ્રતિબંધ મૂકવાનો આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે અન્ય દેશોમાંથી આવતા લોકોએ નકારાત્મક કોવિડ રિપોર્ટ રજૂ કરવો પડશે અને જરૂરી નિયમોનું પાલન કરવું પડશે.