ભારતથી દર વર્ષે હજોરોની સંખ્યામાં મુસ્લિમ સાઉદી આરબમાં હજ યાત્રા પર જોય છે. કોવિડ મહામારીના કારણે બે વર્ષ સુધી યાત્રા પર પ્રતિબંધ બાદ આ વર્ષ સાઉદી અરબમાં લગભગ ૧૦ લાખ હજ યાત્રી પહોંચી રહ્યાં છે. સાઉદીએ વિદેશોથી આવનારા લોકોની સુવિધા માટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે ખાડી દેશે ૧૪ ભાષાઓમાં હજ ગાઇડ જોરી કરી છે પરંતુ ભારતથી મોટી સંખ્યામાં હાજીઓના જવા છતાં તેમાં હિન્દીને સામેલ કરવામાં આવી નથી.
વિદેશી હજ યાત્રીકોમાં એક મોટો હિસ્સો ભારતના લોકોનો હોય છે આમ છતાં પણ હજ ગાઇડ જોરી કરતી વખતે હિન્દીની ઉપેક્ષા કરવામાં આવી છે.ભારતની કેન્દ્રીય હજ સમિતિના જણાવ્યા અનુસાર ભારતથી આ વખતે ૭૯ હજોર ૨૩૭ લોકો હજ યાત્રા પર જઇ રહ્યાં છે આ યાત્રીકો માટે ૧૬૮ વિશેષ વિમાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતથી આટલી વધુ સંખ્યામાં હાજીઓના જવા છતાં પણ સાઉદીએ પોતાની હજ ગાઇડમાં હિન્દીને સામેલ કરી નથી જો કે ઉર્દૂની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ ભાષાઓમાં હજ ગાઇડને હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા જોરી કરવામાં આવી છે.આ પ્રયાસનો હેતુ જોગરૂરી ફેલાવવાનો અને લોકો માટે હજથી સંબંધિત માહિતીને તેમની ભાષામાં ઉપલબ્ધ કરાવવાનો છે જેથી વિદેશી યાત્રીકોને પરેશાની ન થાય.
હજ ગાઇડમાં હજથી સંબંધિત માહિતી ઉપરાંત તમામ પ્રાસંગિક મુદ્દાને કવર કરવામાં આવ્યા છે આ ઇ ગાઇડ અરબી અંગ્રેજી,ફ્રેચ ઉર્દૂ,બંગાળી,ઇડોનેશિયાઇ,મલય હૌસા અમ્હારિક ફારસી સ્પેનિશ તુર્કી રશિયા અને સિંહલી ભાષાઓમાં ઉપલબ્ધ છે. ઇ ગાઇડમાં હજથી સંબંધિત દરેક માહિતી રોચક અને વિસ્તૃત રીતે આપવામાં આવી છે. જેમાં તસવીરો અને વીડિયોને પણ સામેલ કરવામાં આવી છે. ૧૦ હજોર ૧૭૮ પાનાવાળી ઇ ગાઇડને જનરલ ઓથોરિટી ફોર અવકાફ અને અન્ય સરકારી સંગઠનોની સાથે મળી બનાવ્યું છે.
ઇસ્લામમાં હજ યાત્રા ખુબ જરૂરી માનવામાં આવે છે ઇસ્લામના પાંચ સ્તંભો કલમા વાંચવું,નમાજ પઢવી,રોજો રાખવા,જકાત આપવું (દાન કરવું)માં એક હજ યાત્રા પણ સામેલ છે હજ માટે મુસલમાન સાઉદી આરબના મક્કા શહેરમાં જોય છે.
સાઉદી આરબે આ વખતે હજ યાત્રીઓ માટે જે દિશાનિર્દેશ જોરી કરવામાં આવ્યા છે તે અનુસાર હજ માટે ફકત તેજ વ્યક્તિને સાઉદી અરબના મકકાની યાત્રા કરી શકશે જેમની ઉમર ૬૫ વર્ષથી ઓછી છે કોરોનાની બંન્ને વેકસીનની સાથે સાથે સાઉદી અરબમાં પ્રવેશના ૭૨ કલાક પહેલાની આરટીપીસીઆર રિપોર્ટ બતાવવાનું પણ અનિવાર્ય છે. મહિલાઓના હજ યાત્રા માટે પણ સાઉદી અરબે નિયમ બનાવ્યા છે જો કોઇ મહિલા કોઇ પુરૂષ વિના સંબંધીની સાથે હજ યાત્રા કરવા ઇચ્છે છે તો તેના માટે તેની ઉમર ૪૫ વર્ષથી વધુ હોવી જોઇએ આ સાથે જ મહિલાને ચાર અન્ય મહિલાઓ સાથે હોવાનું જરૂરી છે જેની ઉંમર પણ ૪૫થી વધુ હોય.