હજુ કોરોના દુનિયામાં ખતમ નથી થયો ત્યાં વધુ ત્રણ સંક્રામક બીમારીના પડકારે દુનિયામાં ચિંતા વધારી છે. હાલ કોરોનાની ગતિ ભલે ધીમી પડી હોય પણ તે હજું પુરેપુરો ગયો નથી. દરમિયાન મંકી પોકસ, હેપેટાઈટીસ અને ટોમેટે ફલુએ પગપેસારો કરતા લોકો ભયભીત છે. ઈઝરાયેલ અને ઓસ્ટ્રીયામાં મંકીપોકસના એક-એક કેસ મળ્યા છે.
ઈઝરાયેલમાં વિદેશથી પરત ફરેલા એક વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણ જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તેલઅવીવમાં હોસ્પીટલમાં દાખલ દર્દીની હાલત ઠીક છે. મંત્રાલયે વિદેશથી પાછા આવતા લોકોને તાવ આવવા અને શરીરમાં દાણા નીકળવા પર ડોકટરનો સંપર્ક કરવાની અપીલ કરી છે. ઈઝરાયેલમાં મંકી પોકસનો કેસ પશ્ચીમ એશિયામાં પહેલા બહાર આવેલો કેસ છે. જયારે બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એ જણાવ્યું હતું કે શુક્રવારે ૨૦ કેસ નોંધાયા હતા.
બ્રિટન, સ્પેન, પોર્ટુગલ, ઈટલી, અમેરિકા, સ્વીડન અને કેનેડામાં પણ મંકી પોકસના કેસ બહાર આવ્યા છે. ફ્રાન્સ, જર્મની, બેલ્જીયમ અને ઓસ્ટ્રેલિયામાં પણ આ રોગના કેસ બહાર આવ્યા છે. હેપેટાઈટીસઃ રહસ્યમય હેપેટાઈટીસે આખી દુનિયાને ચિંતામાં નાખી દીધું છે. યુરોપીયન સેન્ટર ફોર ડીસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલના અનુસાર દુનિયાભરમાં આ ઘાતક બીમારીથી ૧૨ બાળકોના મૃત્યુ થયા હતા અને ૪૫૦ થી વધુ બીમાર છે. આ સંખ્યા વધવી નકકી છે. કારણ કે અત્યાર સુધી આ અજ્ઞાત બીમાર પર સંશોધન ચાલી રહ્યું છે. કારણ કે વૈજ્ઞાનિકો આશ્ચર્યચકીત છે કે આ અસામાન્ય બીમારીનું કારણ શું છે.
અત્યાર સુધીમાં ૨૧ દેશોમાં આ બીમારીના કેસ નોંધાયા છે. બ્રિટનમાં ૧૭૬ અને અમેરિકામાં ૧૧૦ કેસ નોંધાયા છે. આ બીમારીથી અમેરિકા અને ઈન્ડોનેશિયામાં પાંચ-પાંચ જયારે આયર્લેન્ડ અને ઈન્ડોનેશિયામાં પાંચ-પાંચ તેમજ આયર્લેન્ડ અને ફિલીસ્પીનમાં એક-એકના મોત થયા છે. ટોમેટો ફલુઃ ટોમેટો ફલુ કે ટોમેટો ફિવર (તાવ)ની ઝપટમાં ભારતમાં કેરલમાં ૮૦થી વધુ બાળકો આવી ગયા છે. આ વાયરસ ઈન્ફેકશનનું ટોમેટો ફલુ નામ એટલા માટે રખાયુ છે. કારણ કે આ ફલુથી સંક્રમીત બાળકોના શરીર પર ટમેટાંની જેમ લાલ રંગના દાણા થઈ જોય છે. આથી દર્દીને ત્વચા પર બળતરા અને ખંજવાળ થઈ જોય છે. સખત તાવ પણ આવે છે.