દામનગરના હજીરાધારથી પાડરશીંગા જવાના રસ્તેથી પોલીસે ૬ જુગારીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા ૧૯૧૦ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે હમીરભાઇ બહાદુરભાઇ ચારોલા, સવજીભાઇ લખમણભાઇ મકવાણા, કિશોરભાઇ લખમણભાઇ મકવાણા, હમીરભાઇ નથુભાઇ માથાસુરીયા, કાળુભાઇ ભાકાભાઇ માથાસુરીયા, અશોકભાઇ પોપટભાઇ સાથળીયા, અરવિંદભાઇ કાળુભાઇ વાઘેલાને જાહેરમા પૈસા-પાના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં ઝડપી લીધા હતા.