એપ્રિલ, ૨૦૨૨માં બિઝનેસમેન-પતિ નિતિન રાજુ સાથે પ્રેગ્નેન્સીની જાહેરાત કરનારી હંગામા- ૨ની એક્ટ્રેસ પ્રણિતા સુભાષ મમ્મી બની ગઈ છે. પ્રણિતા સુભાષ અને નિતિન રાજુના ઘરે દીકરીનો જન્મ થયો છે. એક્ટ્રેસે પોતે આ વાતની ખુશખબરી સોશિયલ મીડિયા પર આપી છે. તેણે હોસ્પિટલમાંથીકેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં તેના ખોળામાં નવજાત દીકરી જાવા મળી રહી છે. જા કે, તેણે તેનો ચહેરો છુપાવ્યો છે. આ સાથે તેણે લખ્યું છે ‘છેલ્લા કેટલાક દિવસો અવાસ્તવિક રહ્યા. જ્યારથી અમારી દીકરીનો જન્મ થયો. હું નસીબદાર હતી કે મારી પાસે ગાયનેકોલોજિસ્ટ મમ્મી (ડો. જયશ્રી) હતા, પરંતુ તેમના માટે આ ભાવનાત્મક રીતે સૌથી મુશ્કેલ સમય હતો. એક્ટ્રેસે ઉમેર્યું છે ‘હું આભારી છું કે, મારી ડિલિવરી સરળ રીતે થાય તેની ખાતરી કરવા માટે અમારી પાસે એસ્ટર આરવીમાં અમારી પાસે ડો. સુનીલ ઈશ્વર અને તેમની ટીમ હતી. પ્રક્રિયા શક્ય એટલી ઓછી પીડાદાયી થાય તેનું ધ્યાન રાખવા બદલ હું અમારા એનેસ્થેટિસ્ટ ડો. સબ્બુ અને તેમની ટીમનો પણ આભાર માનવા ઈચ્છું છું. મારી ડિલિવરીની સ્ટોરી તમારી સાથે શેર કરવાની રાહ જાઈ શકતી નથી’. આ સાથે તેણે હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું છે. પ્રણિતા સુભાષની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સ અને ફેન્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે. પ્રણિતા સુભાષે થોડા દિવસ પહેલા જ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે પેસ્ટલ બ્લૂ અને બ્લેક કલરના આઉટફિટમાં તસવીરો ક્લિક કરાવી હતી. આ તસવીરોમાં તેના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાતો હતો. તેણે આ સાથે લખ્યું હતું ‘પ્રેમ એક માત્ર તેવી લાગણી છે, જે આ દુનિયામાં એક જીવનને લાવી શકે છે. મે મહિનાના મધ્યમાં પ્રણિતા સુભાષનું દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે સીમંત યોજાયું હતું. જેની તસવીરો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સીમંત બાદ આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવૂયમાં તેણે જણાવ્યું હતું કે, ઘરે જ ફંક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ લોકોને બોલાવાયા હતા. જીવનના નવા તબક્કાને એન્જાય કરી રહી છું. લોકો મો‹નગ સિકનેસ અને અન્ય મુશ્કેલીઓ વિશે વાત કરે છે, પરંતુ મને આવુ કંઈ જ થતું નથી. હું આ દરમિયાન પોતાને વધારે એક્ટિવ રાખું છું. મારા માટે સૌથી ફાયદાની વાત એ છે કે, મારી મમ્મી ગાયનેકોલોજિસ્ટ છે, તેથી તે માર્ગદર્શન આપતી રહે છે. નોર્મલ ડિલિવરી થાય તે માટે વર્કઆઉટ કરું છું, ચાલું છું અને અન્ય એક્સર્સાઈઝ
કરું છું. સૌથી વધારે સ્વિમિંગથી મને મદદ મળી રહી છે’, તેમ તેણે ઉમેર્યું હતું. જણાવી દઈએ કે, પ્રણિતા સુભાષ અને નિતિન રાજુના લગ્ન મે, ૨૦૨૧માં થયા હતા.