બગસરાના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા લેઉવા પટેલ સમાજના અગ્રણી શંભુભાઇ રાદડીયાનું અવસાન થતા લેઉવા પટેલ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. સદ્‌ગત પટેલ સમાજના સ્થાપક સ્વ. પૂ. અરજણબાપાની સાથે હરહંમેશ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. તેઓ નાનપણથી જ સમાજને ઉપયોગી થયા હતા અને હંમેશા સેવાકાર્યોમાં અગ્રેસર રહ્યા હતા. ત્યારે તેમના અવસાનથી સમાજને મોટી ખોટ પડી છે. લેઉવા પટેલ સમાજ-બગસરાના પ્રમુખ રમેશભાઇ સુવાગીયા, મંત્રી જગદીશભાઇ સહિત લેઉવા પટેલ સમાજ-બગસરા તેમજ કારોબારી સમિતિના તમામ સભ્યોએ સદ્‌ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.