સાવરકુંડલાના નૂતન કેળવણી મંડળના પૂર્વ હિસાબનીશ પ્રફુલભાઈ એલ. પંડ્‌યા તથા ભાવનાબેન દ્વારા તેમનાં મોટા ભાઇ દિલીપભાઈ એલ. પંડ્‌યાના સ્વર્ગવાસ પછીની પહેલી પાંચમના દિવસે અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળાના બાળકોને પ્રેમથી મિષ્ટાન્ન ભોજન કરાવેલ. આશ્રમશાળાના બાળકોની સારસંભાળ, અભ્યાસની તકેદારી તથા બાળકોના સર્વાંગી વિકાસની ખેવના, હરહંમેશ અપાતા પૌષ્ટિક ખોરાકની કાળજી લેતાં શાળાનાં કર્મચારીઓને તેમણે ધન્યવાદ આપેલ હતા.
આ ઉપરાંત વ્યવસ્થા જોઇને ખુશી વ્યક્ત કરીને મેનેજિંગ ટ્રસ્ટી મુકુન્દભાઇ નાગ્રેચા તથા ટ્રસ્ટી વિનુભાઈ રાવળે બાળકોને વિશેષ સવલતો-જરૂરિયાતની આચાર્ય અશોકભાઈ સાથે ચર્ચા કરી હતી.