સાવરકુંડલા તાલુકાનાં લોકસેવક અને લીખાળાનાં વતની સ્વ.ભીખુભાઈ રાદડીયાનાં પુત્ર મહેન્દ્રભાઈ તથા નરેન્દ્રભાઈ રાદડીયા હાલ યુ.એસ.એ. અમેરિકામાં સ્થાયી થયેલ છે. ત્યારે રાદડીયા પરિવાર દિવાળીના તહેવાર નિમિતે વતનની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન સાવરકુંડલાની વિવિધ સંસ્થાઓની મુલાકાત કરી હતી. જેમાં શિક્ષણમાં કાર્યરત નૂતન કેળવણી મંડળ દ્વારા વિવિધ કોલેજાનું સંચાલન કરાઈ રહ્યું હોય જે સંસ્થાને એક લાખ અને સાવરકુંડલા ગૌશાળાને ઉદાર હાથે એક લાખનું અનુદાન આપી રાદડીયા પરિવારના બંને ભાઈઓ મહેન્દ્રભાઈ રાદડીયા અને નરેન્દ્રભાઈ રાદડીયાએ વતનપ્રેમ સાથે ગૌભક્તિ પ્રેમ વ્યક્ત કર્યો હતો.