અમરેલીમાં પટેલ સંકુલ પાછળ અર્જુનનગર સોસાયટીમાં સ્વ. ભનુભાઈ બાવાભાઈ ગોહિલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા તા.૦૬/૧૧/ર૦ર૪ને બુધવારે વાઘણીયાના રામામંડળનું આયોજન કરાયું હતું. બપોરે ૪ કલાકે અર્જુનનગર સોસાયટીમાંથી અમરેલી સંકુલ ચોકડી પાસેના રામદેવપીરના મંદિરથી ગોહિલ પરિવારના ઘર સુધી ડીજેના તાલે વાજતે-ગાજતે રામદેવપીરના સામૈયાનું જોરદાર આયોજન કરાયું હતું. આ રામામંડળમાં સોસાયટીના લોકો અને આજુબાજુની સોસાયટીના રહેવાસીઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી. કલ્પેશભાઈ ગોહિલ અને વિમલભાઈ ગોહિલ અને તેમના પરિવાર તરફથી રામમંડળ જોવા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.