અમરેલી જિલ્લાના કુંકાવાવ પંથકમાં વિવિધ સામાજિક સેવાઓ અને સંસ્થાઓ સાથે સક્રિયપણે જોડાયેલા અગ્રણી પ્રેમજીભાઈ ડોબરીયાનું દુઃખદ અવસાન થતા આ સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના નિધનના પગલે શોકમગ્ન ડોબરીયા પરિવારને સાંત્વના આપવા માટે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા કુંકાવાવ ખાતે તેમના નિવાસ્થાને રૂબરૂ પહોંચ્યા હતા. તેમણે શોકગ્રસ્ત પરિવારને આશ્વાસન પાઠવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમની સાથે વસંતભાઈ મોવલીયા, દકુભાઈ ભુવા, કાળુભાઈ સુહાગીયા અને રાજુભાઈ ફીણવીયા,અરજણભાઈ કોરાટ પણ જોડાયા હતા. આ ઉપરાંત એ. બી. કોઠીયા અને ચિરાગભાઈ ગજેરા સહિતના અન્ય સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યાં હતા.










































