માણાવદરવાળા સ્વ. કાંતિભાઈ કાનજીભાઈ વ્યાસની પુણ્યતિથિ નિમિત્તે હાલ અમરેલી સ્થિત તેમના ધર્મપત્ની ગંગાસ્વરૂપ કાંતાબેન કે. વ્યાસ (અરવિંદભાઈ પી. જાનીદાદાના સાસુ) દ્વારા બહેરા-મૂંગા શાળાના બાળકોને મિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્વ. કાંતિભાઈ વ્યાસે નિવૃત્તિ બાદ માણાવદર અને આસપાસના ગામોમાં ૨૫૦૦ જેટલા ગાયત્રી યજ્ઞ નિઃશુલ્ક કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ સુંદર પ્રાર્થના કરી હતી અને શિસ્તબદ્ધ રીતે ભોજન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે આ જ શાળામાં અભ્યાસ પૂર્ણ કરી હાલ પોસ્ટ ઓફિસ કે અન્ય કંપનીમાં નોકરી કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંસ્થાની ઉત્તમ વ્યવસ્થા માટે સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટીગણ તેમજ રઘુભાઈ ભટ્ટ અને તેમના સ્ટાફની જહેમત મુખ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા ધાર્મિક લોકો જન્મદિવસ, પુણ્યતિથિ કે શ્રાદ્ધ નિમિત્તે અહીં બાળકોને ભોજન અને ભેટ આપીને આનંદ અનુભવે છે.








































