ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ઈચ્છુક સ્વૈચ્છિક સંસ્થા તેમજ સામાજિક કાર્યકર જે ઓછામાં ઓછા છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે, મહિલાઓના સામાજીક-આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃત્તિ કરતી હોય તેવી સ્વૈચ્છિક સંસ્થા તેમજ તેવાં મહિલા સામાજિક કાર્યકર પુરસ્કાર મેળવવા માટે જરુરી આધાર પુરાવા સાથે અરજી કરી શકશે. કોઈપણ સરકારી અથવા તો અર્ધ સરકારી અને ૧૦૦ ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહિ. આ નિયત અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો કાળજીપૂર્વક વાંચીને નિયત શરતો મુજબ જરુરી આધાર પુરાવા સહિત અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી તા.૩૦ સુધીમાં સંબંધકર્તા સ્વૈચ્છીક સંસ્થા અને સામાજિક કાર્યકરોએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અમરેલીમાં મળે તે રીતે ફરજીયાત આર.પી.એ.ડી. થી મોકલી આપવાની રહેશે તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.