સ્વીડનના વડા પ્રધાન તરીકે પ્રથમ મહિલા ચૂંટાયાના થોડા કલાકો પછી, સંસદમાં બજેટ પ્રસ્તાવ પડી ભાંગતાં મેગડાલેના એન્ડરસને રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે સાથી ધ ગ્રીન્સે પણ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો.જેના લીધે આ સ્થિતિ નિર્ણાણ પામી હતા.
એન્ડરસને પત્રકારોને જણાવ્યું હતું કે, “તે મારા માટે સન્માનનો પ્રશ્ન છે, પરંતુ હું એવી સરકારનું નેતૃત્વ કરવા માંગતો નથી જેની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવે.” એન્ડરસને સંસદના સ્પીકર એન્ડ્રેસ નોર્લેનને કહ્યું છે કે તેઓ હજુ પણ “સામાજિક લોકશાહી” એકલ-પક્ષીય સરકારનું નેતૃત્વ કરવા આતુર છે.પરંતુ, તેમણે કહ્યું કે જો એક પક્ષ સરકારને સમર્થન પાછું ખેંચે છે, તો ગઠબંધન સરકારે રાજીનામું આપવું જોઈએ. સ્વીડનની ૩૪૯-સીટ સંસદના સ્પીકર એન્ડ્રેસ નોર્લેને કહ્યું કે તેમને એન્ડરસનનું રાજીનામું મળી ગયું છે અને તેઓ પાર્ટીના નેતાઓ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.
સ્વીડનની ૩૪૯ સભ્યોની સંસદમાં ૧૧૭ સભ્યોએ એન્ડરસનની તરફેણમાં જ્યારે ૧૭૪ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. આવી સ્થિતિમાં, સ્વીડનના બંધારણ મુજબ, જો ૧૭૫ સાંસદો કોઈ ઉમેદવારની વિરુદ્ધ નથી, તો તેને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકાય છે. તેથી જ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.