સ્વિમીંગ પુલમાં જીસ્ઝ્ર કર્મચારીઓનો દારૂની મહેફીલનો વીડિયો વાયરલ થયા બાદ મામલાને લઈ ભારે ઉપપોહ મચ્યો છે. સરકારી બાબુઓની હરકત સામે પોલીસતંત્રે પણ લાલ આંખ કરી છે.
વાયરલ વીડિયોના આધારે સિંગણપોર પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી છે. નોંધીય છે કે આ તમામ ૫ લોકો જીસ્ઝ્રના સ્વિમિંગ પુલના ઈંન્સ્ટ્રક્ટર હોવાનું ખુલ્યું છે. સિંગણપોર પોલીસે પંકજ ગાંધી,તેજસ ખલાસી,પિનેશ સરંગ,અજય સેલર અને સંજય ભગવાગરની ધરપકડ કરી છે. આ ઉપરાંત મહેફિલ માટે દારૂની બોટલ લાવનાર ઇસમની પોલીસે તપાસ હાથ ધરી છે.