સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રાજુલા તાલુકા તથા જાફરાબાદ તાલુકા તથા જાફરાબાદ નગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને કપડા, ફટાકડા તથા મીઠાઈ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારોમાં દરેક વ્યક્તિ પ્રસન્ન રહે અને સમાજના જરૂરિયાતમંદ પરિવારોના બાળકોની દિવાળી ખુશીઓથી ભરપૂર રહે તેવા શુભ સંકલ્પ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન મુજબ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે.