ઘટમાં ઘોડા થનગને,
આતમ વિઝે પાંખ
અનદીઠેલી ભોમ પર
યૌવન માંડે આંખ.
આવી ખુમારી ભરી યુવાની અને યુવાન જયારે પોતાનું આગલું ડગલું ભરે ત્યારે. .. કહી શકાય કે. .,
ચટ્ટાનો સે જો ટકરાતે હૈ, ઉસે હમ તુફાન કહેતે હૈ.
ઔર તુફનો સે જો ટકરાતે હૈ, ઉસે હમ યુવાન કહેતે હૈ.
એક માણસ કે જેમણે વિશ્વના પ્રત્યેક વ્યક્તિને એક મંત્ર આપ્યો કે “ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”. તમે સમજી જ ગયા હશો કે કોની વાત થઈ રહી છે. સ્વામી વિવેકાનંદ – કે જેમની હમણાં જ જન્મ જયંતિ ગઈ તે દિવસને આપણો દેશ યુવા દિવસ તરીકે પણ ઓળખે છે. એક મહાન ઋષિનું કહેવું હતું કે તમે જે પણ કરવા માંગો છો તે યુવાનીમાં જ કરી શકો છો. નાનું બાળક કંઈ વિશેષ ન કરી શકે કરણ કે તેનામાં સમજણ અને શક્તિ બંને નથી હોતા. જ્યારે ઘડપણમાં તમારી પાસે સમજણ ઘણી હોય છે પણ તમારી પાસે શક્તિ નથી હોતી. માટે તમે તે ઉંમરઉમાં પણ કંઈ કરી ન શકો. પણ યુવાની એવો સમય છે કે જેમાં તમારી પાસે શક્તિ પણ હોય છે અને સમજણ પણ હોય છે. માટે આ સમયને વેડફવો ના જોઈએ. સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિનો પરચમ વિશ્વમાં ફરકાવી દીધો. અમેરિકામાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં એક સરસ વાત તે દેશના લોકોને કહી હતી કે,
If your country is tailer make personality.
But our country is character make personality.
એટલે કે તમારા દેશમાં તમારા દરજી તમારું વ્યક્તિત્વ ઘડે છે,
જ્યારે અમારા દેશમાં અમારું ચારિત્ર જ અમારું વ્યક્તિત્વ ઘડે છે.
આજના સમયમાં જોવા જઈએ તો આપણો દેશ અન્ય દેશ કરતા ઘણો જ પાછળ છે. કારણ કે આપણે હજુ આળસ ખંખેરી જ નથી. એક અંદાજ મુજબ વિશ્વની વસ્તી હાલમાં સાત અબજ સુધી પહોંચી ગઈ છે. અને આ સાત અબજમાંથી જેટલા પણ યુવાનો છે એના ૬૫ ટકા યુવાનો ભારતમાં છે. એટલે કહી શકાય કે આપણો દેશ યુવાનોનો દેશ છે. અને યુવાન શું કરી શકે એ તો આપણને ખબર જ છે. કારણ કે તેનામાં સમજણ અને શક્તિ બંને છે. આ સમજણ અને શક્તિ જો એક સાથે યોગ્ય દિશામાં વળે તો દુનિયાના કોઈ દેશની તાકાત નથી કે તે આપણા દેશ અને આપણી સંસ્કૃતિ પ્રત્યે ખોટી નજરથી જોઈ શકે. આવો સૌ સાથે મળીને યુવા ભારતનો ડંકો વિશ્વમાં વગાડીએ અને ઉતીષ્ઠ ભારતના સંકલ્પ સાથે નીડરતા અને સાહસિકતાની સાથે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો સમગ્ર વિશ્વમાં કરી ભારતની ભવ્યતાના પ્રકાશથી સમગ્ર વિશ્વમાં અજવાળું પાથરીએ અને ભારતને વિશ્વગુરુ બનાવીએ. વંદે માતરમ.