ગરીબ દર્દી માટે ર૪ કલાક કાર્યરત સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીંબી ખાતે અમેરીકાથી પધારેલા માનસિક રોગના નિષ્ણાંત ડો. ભુપેન્દ્ર રાજપુરાએ ૧૧ દિવસ સુધી અમેરિકાના અનુભવ અને તેમની પધ્ધતિથી દર્દીઓની સારવાર કરી અને ર૦૦થી વધારે દર્દીઓનું નિદાન કર્યું હતું.સાથે તેમના ધર્મપત્ની કલ્પનાબેને પણ વિવિધ વિભાગમાં નર્સીંગ સ્ટાફ તરીકે સેવા આપી હતી. તેમની આ સેવા બદલ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે તેઓનું મોમેન્ટો, શાલ અને પુસ્તક દ્વારા સન્માન કર્યું હતું.આ તકે બી.એલ. રાજપરા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં હતાં.