ભાવનગરના ગારીયાધાર તાલુકામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ ચર્ચામાં આવ્યા છે. ગારીયાધારની ગુરુકુલ ખાતે ન્હાવા ગયેલ વ્યક્તિ પાસે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગણી કરતા વિવાદ સર્જાયો છે. ગારીયાધારના ગુરુકુલમાં ન્હાવા પડેલ માસુમ કિશોરો પાસે ગુરુકુલના કોઠારીએ ન્હાવાના બદલામાં રૂપિયા માંગતાં રૂપિયા ન હોય તો સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની કિશોર પાસે માંગ કરી હોવાનો આક્ષેપ ઉઠ્‌યો છે. આ બાબતની જાણ યુવકના પિતાને થતા તેઓ ગુરુકુલ ખાતે સ્વામી પાસે ચર્ચા માટે જતા તેઓને માર માર્યો હતો. આ બાબતે ગારીયાધાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
રમેશ વણઝારાએ કહ્યુ કે, મારા મોટાભાઈનો દીકરો સ્વામીનારાયણ ગુરુકુળ સ્નાનઘાટમાં પુલમાં ન્હાવા ગયા હતા. તેની પાસે રૂપિયા ન હતા, તેથી સ્વામીએ તેમની પાસેથી અભદ્ર
માંગણી કરી હતી. બાળકોએ આવીને અમને આખી વાત કહી હતી. તો આ મામલે અમે સ્વામીને ઠપકો આપવા ગયા હતા. પરંતુ તેઓ લાજવાને બદલે ગાજ્યા હતા. તેઓએ વાલીને સાંભળ્યા વગર તેમને માર માર્યો હતો.
આમ, ગરીયાધાર તાલુકામાં સમગ્ર મુદ્દો ચર્ચાનુ કેન્દ્ર બન્યો હતો. આ અંગે ગારીયાધાર પોલીસ મથકમાં કોઠારી સ્વામી તેમજ એક અજાણ્યા સ્વામી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મંદિરના સ્વામી જ્યારે આવી માંગ કરે તો ચર્ચાનો વિષય બન્યો છે.