વડતાલ ધામના લક્ષ્મીનારાયણદેવના દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે, શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર, કેરીયા રોડ, અમરેલી દ્વારા મહિલા મંડળના બહેનો દ્વારા સાંખ્યયોગી લીલાબાની પ્રેરણાથી સર્વમંગલ પાઠ પૂજન અને આમ્રોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલાઓએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને સર્વમંગલ પાઠ પૂજનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ, આમ્રોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.