નર્મદા કેનાલના કાંઠે સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ ખાતે ૨ માર્ચ, ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય મંગલમય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ નવીન બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરી પ્રવેશદ્વાર પર શિલાલેખનું અનાવરણ કર્યું હતું. સંતોના આશીર્વાદ મેળવી ઉપસ્થિત ભાવિકો અને વિદ્યાર્થીઓને હોળીની શુભકામનાઓ પાઠવતા તેમણે જણાવ્યું કે હોળી એ અજ્ઞાન સામે જ્ઞાનનો અગ્નિ પ્રજ્વલિત કરવાનું પર્વ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા ભારતને જ્ઞાન અને સંસ્કારથી સમૃદ્ધ બનાવવાની દિશામાં આ સંસ્થા નોંધપાત્ર કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીએ ટેકનોલોજીના યુગમાં ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે સૂચન કર્યું કે જો ગુરુકુલ શાંતિગ્રામ શાખા સેમીકોન ઇન્ડસ્ટ્રીઝ માટે જરૂરી ચીપ ડિઝાઇન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ ટેકનોલોજીના અભ્યાસક્રમો શરૂ કરે, તો તે યુવાધન માટે ઉત્તમ તક સાબિત થશે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ દ્વારા ૧૯૪૮માં રોપાયેલું આ શૈક્ષણિક બીજ આજે સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનું વટવૃક્ષ બન્યું છે. ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા માટે આ સંસ્થા ેંઁજીઝ્ર અને ય્ઁજીઝ્ર જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ દ્વારા યુવા સશક્તિકરણનું કાર્ય કરી રહી છે. આ નવનિર્મિત ભવનમાં ૪૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે અને ૧૫૦૦ વિદ્યાર્થીઓ નિવાસ કરી શકશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ભવન ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે. અંતમાં, પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામીએ આશીર્વચન પાઠવી મુખ્યમંત્રીના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.










































