મેદસ્વિતા એ હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું મૂળ છે. આ સમસ્યાને નાથવા માટે યોગ અને પ્રાણાયામ અત્યંત અસરકારક સાબિત થાય છે. આ જ ઉદ્દેશ્યથી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત, તા. ૧૭ સપ્ટેમ્બરથી અમરેલીમાં બી.એ.પી.એસ ગાંધીબાગ ખાતે ‘મેદસ્વિતા મુક્તિ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક મહિનાના કેમ્પમાં યોગાસનો, પ્રાણાયામ અને યોગ્ય આહાર દ્વારા મેદસ્વિતા કેવી રીતે ઘટાડવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ અભિયાનમાં અમરેલી જિલ્લાના વધુને વધુ નાગરિકોને જોડાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કેમ્પ તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ચાલશે.