સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમના ૧૨ સભ્યો ભારત-પાક કાશ્મીર બોર્ડર શ્રીનગર ખાતે બહાદુર જવાનો સાથે દિવાળી ઉજવવા માટે રવાના થયા છે. ત્યાં સરથાણા જકાતનાકા નજીક સ્ૈંય્ વિમાન પાસે ફ્‌લેગ સેરિમની યોજાઈ હતી, જેમાં સાંસદ મુકેશ દલાલ સહિત સામાજિક અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી. ટીમ ૬૦ બટાલિયન હેડ ક્વાર્ટર પંથાચોક ખાતે ૧૦૦૦ જવાનો માટે મીઠાઈ, સાડી અને ગરમ ટિફિન વિતરીત કરશે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શ્રીનગર MIG કેમ્પસમાં તેમની પ્રતિમાનું અનાવરણ થશે. ઘનશ્યામ બિરલાની આગેવાનીમાં રમેશ ભાદાણી, ડો. મધુકાંત ગોંડલિયા સહિતના સભ્યો જોડાયા છે. આ સંસ્થાની બોર્ડર પર જવાનો સાથેની સાતમી યાત્રા છે.