શહેરની યુવતી ક્ષમા બિંદુ જેને ગઈકાલે જ જાહેર કર્યું કે, તે પોતાની જાતે સાથે લગ્ન કરવા જઈ રહી છે. તથા લગ્નની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. તો આ તમામ નિર્ણયો બાદ આજરોજ સવારે શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ વિરોધ નોંધાવ્યો છે. વડોદરાના કોઈ પણ મંદિરમાં લગ્ન નહીં કરવા દેવાની ચેતવણી પણ પૂર્વ ડપ્યુટીમેયર દ્વારા આપવામાં આવી.
ક્ષમા બિંદુના લગ્ન પર વિરોધ થયો. હવે સૌથી મોટી વાત તો એ છે કે, આ લગ્ન થશે કે નહીં શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ મંદિરના ટ્રસ્ટીને પણ વાત કરી અને લગ્ન અટકાવવા જણાવ્યું. જા લગ્ન થશે તો વિરોધ કરવામાં આવશે. હિન્દૂ શા† અને વૈદિક શાસ્ત્ર મુજબ સમાજિક વ્યવસ્થા સાથે જે લગ્ન થતા હોય છે, જેના વિરુદ્ધમાં જઈને આ લગ્ન થઈ રહ્યા છે.
પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ આ નિર્ણયને માન્સિક વિકૃતિ ગણાવી છે.તેઓ એ કહ્યું છે કેમંદિરની તથા હિન્દૂ આસ્થાને ઠેસ પહોંચે તેવો નિર્ણય કર્યો છે.જે ખરે ખર ખુબજ ખરાબ છે.તેઓ એ કહ્યું છે કે આ શમા બિંદુ નામની છોકરીવિકૃત માનસિકતા ધરાવતી આ છોકરી છે જે સમાજમાંવિકૃતતા ફેલાઈ રહી છે.તેઓ એ કહ્યું તેનો આ નિર્ણય સમાજના બાળકોના દિમાગ પર ખોટી અસર કરે તેવો નિર્ણય કરી સમાજમાં દુષ્પ્રેણા ફેલાવી રહી છે.જેથી કરી જા તે કોઈ પણ મંદિરમાં લગ્ન કરશે તો તેનો શખત વિરોધ કરવામાં આવશે.ત્યારે હવે જાવું એ રહ્યું કે શું આ શમાં બિંદુના લગ્ન થશે કે પછી વિરોધનો વન્ટોળ આ શોલગામી લગ્નની મનસાને ત્યાજ રોકી દેશે તે આવનારો સમય જ બતાવશે.
ક્ષમાએ જણાવ્યું હતું કે, દુનિયામાં આ પ્રકારનાં લગ્નો થાય છે પરંતુ હજુ સુધી ભારતમાં કોઈ એ આ રીતે લગ્ન કર્યાં નથી , હું મારા જ ઘરમા કંકુ પગલાં કરીને આ પ્રથાનો પ્રારંભ કરવા માગું છું. વધુ માં ક્ષમા એ જણાવ્યું હતું કે, લગ્ન બાદ કોઈ યુવતી ભલે બીજાના ઘરની માલકીન કે રાણી કહેવાતી હોય પરંતુ એ †ી અંદરોઅંદર શું વેદના ભોગવે છે એ અન્ય કોઈ વ્યક્તિ સમઝી કે જાણી શકતું નથી.
ક્ષમાએ કહ્યું કે લોકો કોઇ એક વ્યક્તિ સાથે લગ્ન કરે છે જેને તે પ્રેમ કરે છે. હું પોતાની જાતે ને જ પ્રેમ કરું છું અને તેથી તે પોતાની સાથે જ લગ્ન કરી રહી છે. ક્ષમાએ પોતાના લગ્ન માટે ગોત્રીનું મંદિર પસંદ કર્યું છે. લગ્નના ફેરા માટે તેણે પાંચ કસમો લખી છે. લગ્ન પછી ક્ષમા હનીમૂન ઉપર જ જશે. આ માટે તેણે ગોવાની પસંદગી કરી છે. જ્યાં બે સપ્તાહ સુધી રહેશે.