ભારતની આઝાદીમાં મહિલાઓનું અનન્ય પ્રદાન છે. ભારતના બંધારણમાં સ્ત્રી અને પુરુષ બંને સમાન છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેમજ અન્ય નામી અનામી નારી રત્નો ભારતની આઝાદી માટે લડત લડ્‌યા છે અને બ્રિટિશ સરકારને પરાસ્ત કરવા માટે અદ્‌ભુત ભૂમિકા ભજવી છે. તે પૈકી ઝલકારી બાઈએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં વિરાંગનાની ભૂમિકા ભજવી હતી. તે દેશના નાગરિકો માટે પ્રેરણા સ્વરૂપ છે.ઝલકારી બાઈનો જન્મ ૨૨ નવેમ્બર ૧૮૩૦ના રોજ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના ઝાંસી નજીકના ભોજલા ગામમાં એકદમ ગરીબ કુટુંબમાં થયો હતો. ઝલકારી બાઈએ બાળપણથી જ શૌર્યતા અને પરાક્રમની તાકાત દર્શાવી હતી. તેમના પિતા સદોવર સિંહ અને માતા જમુના દેવી ખેત મજૂરી કરતા હતા. તેમને વારસામાં શ્રમિકતાના ગુણો પ્રાપ્ત થયા હતા. તે સમયે પોતાના ગામલોકોને ચોર, લૂંટારા અને ડાકુઓના હુમલાથી બચાવવા કાર્ય કરવું તેમજ ગામમાં લાકડી વડે ચિત્તા પર વિજય મેળવવો અને સાહસ દર્શાવી ઝાડ ઉપર ચડવું અને પાણીમાં તરવું, ઊંચાઈથી છલાંગ લગાવવી આવા અદમ્ય સાહસિક કાર્યો કરવાની કલા બાળપણથી હસ્તગત કરી લીધી હતી.ઝલકારી બાઈએ માત્ર દેશ સેવા માટે જ નહીં, પરંતુ સમાજની અંદર રહેલી સામાજિક ન્યાય અને સમાનતા માટે કાર્ય કર્યું. સમાજની અંદર અન્યાયની સામે અડીખમ ઊભા રહીને લડત લડવી તે તેમનો ગુણ હતો. તેમનો સ્પષ્ટ અભિગમ હતો કે દરેક વ્યક્તિને સમાનતા મળવી જોઈએ. પોતાના દેશ માટે જીવવાનો અને મરવાનો મોકો મળવો જોઈએ. ઉપરોક્ત બાબતથી ફલિત થાય છે કે ઝલકારી બાઈમાં દેશસેવાના અને રાષ્ટ્રભાવનાના ઉમદા ગુણો જોઈ શકાય છે. વિદેશી શાસન સામે કેમ લડત લડવી તેની પૂર્વ ભૂમિકા તેમનામાં જોઈ શકાય છે.ઝલકારી બાઈ અને રાણી લક્ષ્મીબાઈની મુલાકાત આઝાદીની લડતને નવી દિશા આપનારી બની. બંને વિરાંગનાઓ બહાદુર અને સશક્ત મહિલાઓ હતી. બંનેમાં દેશપ્રેમના વિચારો અને વિદેશી શાસન સામે લડત લડવાની મક્કમતા જોઈ શકાય છે. લક્ષ્મીબાઈએ ઝલકારી બાઈની બુદ્ધિ અને લશ્કરી કુશળતાને કારણે પોતાની મહિલા સેના દુર્ગા દળમાં સામેલ કર્યા. ઝલકારી બાઈએ પોતાની નિષ્ઠા અને વફાદારીથી ઝાંસીની સેનામાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવી દીધું. લશ્કરી તાલીમમાં કાબેલ અને અવસર મળતા જ અંગ્રેજ સામ્રાજ્યના વિરોધમાં લડવાની તેમણે સાહસિકતા હંમેશા દર્શાવી હતી.૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક નાગરિકો અને યોદ્ધાઓએ ભાગ લીધો હતો. ઈ.સ. ૧૮૫૮માં અંગ્રેજોની સેનાએ ઝાંસી ઉપર આક્રમણ કર્યું ત્યારે ઝલકારી બાઈએ વીજળીવેગે ઝડપથી મહેલમાં જઈ લક્ષ્મીબાઈને મહેલની બહાર સુરક્ષિત જગ્યાએ મોકલી દીધા. અને પોતે રાણી લક્ષ્મીબાઈનો વેશ ધારણ કરી રણચંડી બનીને અંગ્રેજોની સેના સામે તૂટી પડ્‌યા. થોડા સમય સુધી તો અંગ્રેજોને ખબર પણ ન પડી કે આ રાણી લક્ષ્મીબાઈ નહીં પરંતુ રાણીના વેશમાં ઝલકારી બાઈ છે. ત્યાં એક અંગ્રેજ જનરલ હ્યુંરોજે કહ્યું કે આ રાણી લક્ષ્મીબાઈ નહીં પરંતુ દુર્ગા દળના નાયિકા ઝલકારી બાઈ છે. બ્રિટિશ દળે તેમની ધરપકડ કરી. ઝલકારી બાઈ પોતે અંગ્રેજોના હાથે મૃત્યુ પામવા નહોતા માગતા પરંતુ આઝાદ રહેવા માંગતા હતા. તેથી તેમણે પોતાની સખી વીર બાલાને સંકેત કરી અને પોતાના જીવનને સમાપ્ત કરી દીધું.
ઝલકારી બાઈએ રાણી લક્ષ્મીબાઈ માટે પોતાનું બલિદાન આપ્યું અને તેના જ કારણે રાણી લક્ષ્મીબાઈ સ્વાતંત્ર્યની લડત લાંબા સમય સુધી ચાલુ રાખી શક્યા. તેઓએ પોતાની જાતિ અને જાતિના બંધનોને છોડીને વિદેશી શાસન સામે લડવાનું પસંદ કર્યું. ઝલકારી બાઈના આ ઇતિહાસની કથામાં પ્રામાણિકતા, નિષ્ઠા અને સાહસનું ઉદાહરણ છુપાયેલું છે. આ બલિદાન માત્ર એક વ્યક્તિ માટેનું ન હતું પરંતુ ભારતના તમામ નાગરિકો માટે પ્રેરણા રૂપ બની રહ્યું. ઝલકારી બાઈની શૌર્યતા અને વફાદારી માટે આજે પણ બુંદેલખંડના લોકસંગીતમાં તેનો સંગીતનો રાગ ગવાય છે. બુંદેલખંડ વાસીઓમાં આજે પણ તેમની શૌર્યગાથાના નાટકો અને કાવ્યો પ્રકાશિત થયા છે અને પ્રસારિત થયા છે.૨૦૦૧માં ભારત સરકારે ઝલકારી બાઈના બલિદાન અને સેવાને ધ્યાનમાં રાખી તેમના નામે ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઝલકારી બાઈના જીવનમાંથી આજના યુવાનો માટે બહુવિધ પ્રેરણાત્મક પાઠ અને બોધ મળી શકે છે. જિંદગીના આકરા સંજોગોમાં દેશપ્રેમના ભાવને અનુસરવું એ તેમના જીવનનો ઉત્તમ સંદેશ હતો. ઝલકારી બાઈના બલિદાન અને તેમની આઝાદી માટેની લડતને ભારતનો દરેક નાગરિક આદરથી નમન કરે છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રદાન કરનારને દેશવાસીઓ કઈ રીતે ભૂલી શકે?..આવી ઝલકારી બાઈ જેવી અનેક વિરાંગનાઓનો ઇતિહાસ ભાવિ પેઢી સમક્ષ વ્યક્ત કરવો પડશે તો જ તેમનામાં રાષ્ટ્રવાદની ભાવના સ્થાપિત કરી શકાશે તેવું મારું અંગત માનવું છે. હું ઝલકારી બાઈને કોટી કોટી વંદન કરું છું. આવી નારી ભારતનું સંભારણું છે. આવા પ્રસંગો ઇતિહાસની કિતાબોમાં કંડારવા જોઈએ જેથી યુવા પેઢીને દેશપ્રેમ
આભાર – નિહારીકા રવિયા માટેની ભાવના અને કાર્યો થકી સમજ આપી શકાય. વંદે માતરમ.. ભારત માતાકી જય..
Mo.9825702282