તાજેતરમાં અમરેલી તાલુકાના વરસડા ગામે ‘સ્વચ્છતા હી સેવા’ ‘સેવાસેતુ’ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વડીયા તાલુકાના તોરી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, પ્રાંત અધિકારી નંદાએ મુલાકાત લીધી હતી. રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સર્ટિફિકેટ અને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. મોટા લીલીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાન અન્વયે લીલીયા તાલુકા મામલતદાર અને લીલીયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.