સ્વચ્છતા એ આપણા રાષ્ટ્રની ઓળખ છે. આજે કુદકે ને ભૂસકે વસ્તી વધારો થઈ રહ્યો છે. તેવા સમયે પ્રદૂષણ પણ વધે ત્યારે પ્રજામાં સ્વચ્છતાના ગુણો કેળવાય તે માટે અવરનેસ ઊભી કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ ચાન્સેલર ઇશ્વરભાઇ પટેલના શબ્દોમાં કહીએ તો “જાહેર શૌચાલય એ સ્વર્ગ પરનું નરક છે.” સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ વાક્ય એ બાબતનો નિર્દેશ કરે છે કે આપણે જે ઘરમાં,ગામમાં, શહેરમાં, રાજ્યમાં કે દેશમાં રહીએ છીએ તો સ્વચ્છતા રાખવી તે આપણી ફરજ છે. પ્લાસ્ટિક મુક્ત દેશ બનાવવા સૌ નાગરિકોએ સંકલ્પબદ્ધ બનવાની જરૂર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક નાગરિક ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં નાગરિકોએ પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ ખરીદવી નહીં. જેમકે પ્લાસ્ટિકની બેગ, બોટલ કે શાકભાજી ખરીદવા માટે પ્લાસ્ટિકના ઝભલા લેવા નહીં. તેની જગ્યાએ આપણે ખાદી અથવા તો કાપડની થેલીનો ઉપયોગ કરીએ જેથી ભારત પ્લાસ્ટિક મુક્ત દેશ બની શકે. પ્લાસ્ટિકથી પર્યાવરણમાં ખૂબ મોટી ખલેલ પડે છે અને પ્રદૂષણ વધે છે. પર્યાવરણનું જતન કરવા માટે સૌ સંસ્થાઓએ આ બાબતે જાગૃતિ કેળવવા આગળ આવવું પડશે. આરએસએસ દ્વારા જે વિચાર સમાજ સમક્ષ મૂકવામાં આવ્યો છે તે અત્યંત જરૂરી છે. ચાના ગ્લાસ પ્લાસ્ટિકના હોય છે તેની જગ્યાએ સ્ટીલ, પિત્તળના અથવા તો માટીના ગ્લાસમાં ચા પીવી જોઈએ. જમવાનું પ્લાસ્ટિકની બેગમાં પેકિંગ થઈને આવતું હોય છે તેવા ભોજનનો ત્યાગ કરવો જોઈએ. આજની યુવા જનરેશન મોટાભાગે ફરસાણના પડીકા ખાય છે તે પડીકા પ્લાસ્ટિકના હોય છે. જેમાં અનેક પ્રકારના ઝેરી કેમિકલ હોય છે. આ બધી બાબતો વિશે યુવા પેઢીમાં અવેરનેસ લાવી પડશે. શાકભાજી ખરીદનાર મહિલાઓને વિનંતી કે ઘરેથી કપડાની થેલી લઈને અચૂક જાય. પ્લાસ્ટિકની માગ કરે જ નહીં જેથી તેનો ઉપયોગ ઘટી જાય. આ બધી બાબતો સમાજમાં અચૂક લાવવાની જરૂર છે. હલકી કક્ષાના પ્લાસ્ટિક નિર્માણ કરતા ઉદ્યોગો ઉપર સરકારે નિયંત્રણ મૂકવાની જરૂર છે. પ્લાસ્ટિક પ્રતિબંધ હોવો જોઈએ મૂળથી સુધારો લાવવો પડશે તો જ સમાજમાં તેની સારી અસર વર્તાશે. દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઘર ઘર સ્વચ્છતા અભિગમને સાકાર કરવા કટિબદ્ધ છે. કચરો કચરાપેટીમાં નાખો, પ્રદૂષણ મુક્ત ભારત બનાવવું હોય તો દરેક નાગરિકોએ સ્વચ્છતાના ખ્યાલોને સાકાર કરવા પડશે. સૌથી અગત્યની બાબત શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાના ખ્યાલો કેળવાય તે માટે સ્વચ્છતા અભિયાન સપ્તાહ ચાલી રહ્યો છે તેવા સમયે શાળાના આચાર્યથી માંડીને શિક્ષક મિત્રોએ આ અભિયાનને ચિત્રો, પ્રતીકો, સાફ-સફાઈ ઝુંબેશ તેમજ તેના ગેરલાભ વગેરે જણાવી પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ કેળવવા અને પ્રદૂષણ મુક્ત ભારત બનાવવા માટે સતત પ્રયત્ન કરવાની જરૂર છે. ૨ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે. સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે, આ દિવસે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (એમઓએચયુએ) અને પેયજલ અને સ્વચ્છતા વિભાગ, જલ શક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે. લાંબા સ્વચ્છતા અભિયાનનું આ પખવાડિયુ દેશમાં હવાની જેમ વ્યાપી જશે, કારણ કે દરેક વ્યક્તિ મોટા પાયે સફાઇ ઝુંબેશ અને ‘ટિ્‌વન બિન’ અને સ્ત્રોતને અલગ પાડવા માટે જાગૃતિની નવીન અને અનન્ય પદ્ધતિઓ સાથે કચરા સામે લડશે. એસએચએસ ૨૦૨૪ના ભાગરૂપે, ભારત સરકારના તમામ મંત્રાલયો, પીએસયુ, રાજ્ય સરકારો અને સ્થાનિક સંસ્થાઓ વિવિધ સ્થળોએ મોટા પાયે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરશે. આ આંતર-ક્ષેત્રીય પ્રવૃત્તિઓમાં પ્રવાસન મંત્રાલય હેઠળ ઉચ્ચ સ્તરીય પ્રવાસન સ્થળો/યાત્રાધામોની સફાઇ, રેલવે દ્વારા રેલવે પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારોમાં ‘હર પથારી સાફ સુથારી’ સ્વચ્છતા પ્રવૃત્તિઓ, ઉચ્ચ શિક્ષણ અને શાળા શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીઓ અને શાળાના વિદ્યાર્થીઓને એસએચએસની પ્રવૃત્તિઓ માટે સામેલ કરવામાં આવશે, જ્યારે સીએનજી, પેટ્રોલ પંપો વગેરે પર સ્વચ્છતા અને જાગૃતિ અભિયાનનું આયોજન કરશે. ભારત સ્વચ્છતા લીગ’ રાષ્ટ્રને સ્વચ્છ બનાવવા માટે તૈયાર છે. યુવાનોની આગેવાની હેઠળ, આઇએસએલની સિઝન ૨ વધુ ઉત્તેજક અને મનોરંજક સ્વચ્છતા લીગ બનવાનું વચન આપે છે. ૧૭ શહેરની ૪,૦૦૦થી વધુ ટીમો કચરા સામેની લડાઈ જીતવા માટે તૈયાર છે. યુવાનોની આગેવાની હેઠળની નાગરિક ટીમો દ્વારા સપ્ટેમ્બર માસમાં આ વર્ષે, શહેરની ટીમો દરિયાકિનારા, ટેકરીઓ અને પર્યટન સ્થળોની સફાઇ માટે રેલી કાઢશે. આઇએસએલ ૨.૦ આ પખવાડિયામાં સ્વચ્છતા માટે સતત આગેવાની લેવા માટે યુવા જૂથોને સ્કેલ પર એકત્રિત કરશે. સ્વચ્છતા લીગ સ્વચ્છ ભારત મિશન હેઠળ યુવાનોની કામગીરી માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. સફાઈમિત્ર સુરક્ષા શિબિર જ્યારે આપણે સ્વચ્છ ભારત મિશન – શહેરી અને એસબીએમ-યુ ૨.૦ના બે વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, ત્યારે સિંગલ વિન્ડો વેલ્ફેર કેમ્પના રૂપમાં સફાઈમિત્ર સુરક્ષા શિબિર ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ થી દેશભરના વિવિધ શહેરો દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ શિબિરનો હેતુ સફાઇ કામદારો અને તેમના આશ્રિતો માટે કલ્યાણકારી યોજનાઓને સંતૃપ્ત કરવાનો અને તેમની સુખાકારી અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. આ શિબિરનો ઉદ્દેશ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (એસડબલ્યુએમ) અને યુઝ્ડ વોટર મેનેજમેન્ટ (યુડબલ્યુએમ)માં તમામ સફાઇ કામદારોને નિશાન બનાવવાનો છે. મુખ્ય પ્રવૃત્તિઓ જનજાગૃતિ, નિવારણાત્મક સ્વાસ્થ્ય તપાસણી, યોગ શિબિર તથા વિવિધ મંત્રાલયો સાથે સમન્વય કરીને કેન્દ્ર અને રાજ્યની યોજનાઓનાં વિવિધ કલ્યાણકારી લાભોનાં અધિકારોને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સંતૃપ્તિ અભિગમ કલ્યાણકારી યોજનાઓના વહીવટ માટે સલામતી, સુખાકારીમાં વધારો કરવામાં મદદ મળશે અને સફાઇ કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં મદદ મળશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાતમાં હર ઘર સ્વચ્છતા અભિગમ થકી જન આંદોલન વ્યાપક બનાવવા પડશે. કચરો કચરાપેટીમાં જ નાખવાનો હોય, આ બાબત વિશે જાગૃતિ લાવવી પડશે. આજે પ્લાસ્ટિકની બોટલ અને મસાલાના વેપર ગામડે ગામડે ઢગલો રોડ ઉપર અને અવાવરું જગ્યા ઉપર જોવા મળે છે. પાન, પડીકી અને મસાલા ખનારા લોકો પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. જ્યાં ત્યાં માતાજીના ફોટા લગાવ્યા હોય ત્યાં પણ પાનની પિચકારી મારે છે. આવા લોકો કેન્સરના ભોગ બને ત્યારે બધો જ નશો ઉતરી જાય છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જનજાગૃતિ આવે તે માટે પ્લાસ્ટિક ઉપર સદંતર પ્રતિબંધ, પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમો ઉપર સરકાર દ્વારા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લાયસન્સ રદ કરી તે એકમને બંધ કરવાની જરૂર છે. જેથી નિર્માણ જ નહીં થાય તો સમાજ સુધી પહોંચશે જ કઈ રીતે? સરકારી કચેરીઓમાં બેફામ ગંદકી હોય છે. તેના શૌચાલય ખદબદી ગયેલા હોય છે ત્યારે ત્યાં ઊભા રહેવાનું મન ના થાય તેવી જગ્યાને સ્વચ્છ કરવાની જવાબદારી જે તે અધિકારીની ફિક્સ કરવાની જરૂર છે. મોટાભાગે સીસીટીવી કેમેરા થકી તેનું વિઝન અને મિશન બંનેને કેન્દ્રસ્થાને રાખી પ્રદૂષણ કરતાં તેમજ કચરો નાખનાર બંનેને કડક સજા કરવા સિવાય કોઈ રસ્તો નથી. રોડ ઉપર ગાયો એટલી બધી બેઠેલી હોય છે કે ગાડી કઈ રીતે ચલાવવી? સીસીટીવી કેમેરામાં નગરપાલિકા અને મહાનગરપાલિકા જોતી હોય છે તો તેમના કમિશનર ઉપર અથવા તો ચીફ ઓફિસર ઉપર કેમ એક્શન લેવાતા નથી. જ્યાં સુધી જવાબદારી ફિક્સ નહીં થાય ત્યાં સુધી ભેળસેળ વાળું ફરસાણ અને બેફામ દારૂ વેચાણ, પ્લાસ્ટિકની થેલીમાં તમામ વસ્તુઓ મળશે. કાયદો કરી દેવાથી કશું જ નહીં થાય તેના માટે એક્શન લેવા પડશે. નાગરિકોમાં એક મેસેજ તો જવો જ જોઈએ કે મારે પડીકી ખાઈને રોડ ઉપર ના રખાય. આ બધી અવેરનેસ લાવવા સૌ નાગરિકો પ્રયાસ કરે તો જ સ્વચ્છતા કેળવાશે… જય હિન્દ… વંદે માતરમ
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨