અમરેલી શહેરના ચક્કરગઢ રોડ વિસ્તાર ખાતે શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત વિવિધ મહિલા કોલેજો અને ગર્લ્સ સ્કૂલની NSS વિદ્યાર્થિનીઓએ સ્વચ્છતા અભિયાન યોજ્યું. શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલથી પ્રારંભ થયેલા આ કાર્યક્રમ અંતર્ગત માર્ગોની સફાઈ સાથે જાહેરમાં સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. NSS ની રૂટીન પ્રવૃત્તિના ભાગરૂપે યોજાયેલા આ અભિયાનમાં વિદ્યાર્થિનીઓએ સામાજિક જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી. શહેરને સ્વચ્છ બનાવવા માટે તેમના પ્રયાસોની સરાહના કરવામાં આવી હતી.









































