વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે, આજે રાયડી ગામમાં “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકપ્રિય ધારાસભ્ય જે.વી. કાકડીયાએ લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે આહ્‌વાન કર્યું હતું. સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ અને સેવા પખવાડિયાના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રજાની લાગણીઓ, માંગણીઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવાનો હતો.