એકતા કપૂરના શો ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં તુલસીની ભૂમિકા ભજવીને ખ્યાતિ પ્રાપ્ત કરનાર સ્મૃતિ ઈરાની વાસ્તવિક જીવનમાં હવે સાસુ બનવા માટે તૈયાર છે. હકીકતમાં, સ્મૃતિ ઈરાનીની સાવકી દીકરી શેનેલ ઈરાનીએ તેના બોયફ્રેન્ડ અર્જુન ભલ્લા સાથે સગાઈ કરી લીધી છે. આ ખાસ પ્રસંગનો ફોટો સ્મૃતિએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે માત્ર તેની પુત્રીની સગાઈની તસવીરો જ શેર કરી નથી, પરંતુ તેણે તેના જમાઈ અર્જુનને જાહેરમાં ચેતવણી પણ આપી છે. ફોટો શેર કરતાં તેણે લખ્યું- તે વ્યક્તિ માટે જેની પાસે મારુ દિલ છે, અર્જુન ભલ્લાનું આ પાગલ પરિવારમાં સ્વાગત છે. સસરા તરીકે પાગલ માણસનો સામનો કરવા બદલ તમને આશીર્વાદઅને તેનાથી પણ ખરાબ સાસુ એટલે કે હું (તમને સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે). શેનેલ ઈરાની ખુશ રહો. ફેન્સની સાથે સેલેબ્સ પણ તેની પોસ્ટ પર તેને અભિનંદન આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીએ ૧૯૯૯માં ટીવી સીરિયલ આતિશથી અભિનયની શરૂઆત કરી હતી,  પરંતુ તેને વાસ્તવિક ઓળખ ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં તુલસીની મુખ્ય ભૂમિકાથી મળી હતી. જાહર  અને જાઈશ સ્મૃતિ અને પતિ ઝુબિન ઈરાનીના બાળકો છે, જ્યારે શેનેલ ઝુબિન ઈરાનીની તેમની પ્રથમ પત્ની મોનાની પુત્રી છે. જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની બાળપણથી જ આરએસએસનો હિસ્સો છે. તેમના દાદા આરએસએસના સ્વયંસેવક અને માતા જન સંઘી હતા. ૨૦૦૩માં ભાજપમાં જાડાયા બાદ સ્મૃતિ ૨૦૦૪માં મહારાષ્ટ્ર યુથ વિંગના ઉપાધ્યક્ષ બન્યા હતા.

૨૦૦૩માં ભાજપમાં જાડાયા બાદ સ્મૃતિ ૨૦૦૪માં મહારાષ્ટ્ર યુથ વિંગના ઉપાધ્યક્ષ બન્યા હતા. ૨૦૦૪માં, સ્મૃતિ ઈરાનીએ દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી કોંગ્રેસના કપિલ સિબ્બલ સામે લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. ૨૦૧૦ માં, સ્મૃતિ બીજેપીના રાષ્ટ્રિય સચિવ અને મહિલા પાંખના પ્રમુખ બન્યા. ૨૦૧૪માં ભાજપે તેમને અમેઠીથી સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે પણ તેઓ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પછી, ૨૦૧૯ માં, બીજેપીએ તેમને ફરી એકવાર અમેઠીથી લોકસભા ચૂંટણી લડાવ્યા અને આ વખતે તેમણે રાહુલ ગાંધીને તેમના જ ગઢમાં હરાવ્યા. સ્મૃતિ ઈરાની હાલમાં ભારત સરકારમાં કાપડ મંત્રાલય ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંભાળી રહ્યા છે.