તાજેતરમાં અમદાવાદ ખાતે તેજતૃષા સીઝન-૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર અમરેલીના ચિંતન ઠાકરે સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધામાં ગુજરાતભરમાં પ્રથમ ક્રમ તથા સ્પોટ વીડિયોગ્રાફીમાં તૃતીય ક્રમ મેળવી રાજ્ય લેવલે અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ પરિવારજનો, મિત્રો સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. બી.એ.ઓ.યુ. સેન્ટર -ર૦૪ શાંતાબેન એચ. ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલીના કો-ઓર્ડિનેટર કિશોરભાઇ દેસાઇ દ્વારા ચિંતનભાઇને શુભેચ્છા પાઠવાઇ હતી.