સુરત શહેર મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચના વેસુના એક સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડતા ભાગદોડ મચી ગઇ હતી. સોમેશ્વરા સર્કલ પાસેના કોમ્પ્લેક્ષના આર-વન સ્પામાં રેડ દરમિયાન થાઈલેન્ડની ૬ યુવતીઓ મળી હતી અને ૩ ગ્રાહક અને સંચાલકની ધરપકડ કરાઈ હોવાનું મિસિંગ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મળી આવેલી તમામ ૬ યુવતીઓ થાઇલેન્ડની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ ૩ ગ્રાહક અને એક સંચાલકની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બેને વોન્ટેડ જોહેર કરવામાં આવ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, તમામ યુવતી ટુરિસ્ટ વિઝા પર સુરત આવી હોવાનું અને ત્યારબાદ કામ કરતી હોવાનું હાલ બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ પોલીસે તમામ યુવતીઓને તેમના દેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.
યુવરાજ ગોહિલ (એસીપી,સાયબર સેલ) એ જણાવ્યું હતું કે, આર-વન સ્પા મસાજ પાર્લરમાં દેહવેપારનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી બાદ રેડ કરવામાં આવી હતી. જયાંથી પોલીસે ૬ વિદેશી મહિલાઓને પકડી પાડવામાં આવી હતી. સ્પામાંથી પોલીસે રોકડા રુપિયા ૩૪૪૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૫ જેની કુલ્લે કિંમત ૧,૦૪,૦૦૦ તથા કુલ કોન્ડોમ નંગ ૧૨, એક સ્વાઈપ કાર્ડ મશીન જેની કિં. રૂ. ૩૦૦૦ મળી કુલ્લે રુ ૧,૪૧,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઉમરા પો.સ્ટે. માં ગુનો દાખલ કરવામા આવ્યો છે.