અમરેલી જિલ્લાના લીલીયા ખાતે લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન તથા જનજાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના દરેક કાર્યકરોને આગામી ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં સક્રિય રીતે રસ લઈ ગામેગામ કોંગ્રેસની વિચારધારાને વરેલા સરપંચો ચૂંટાય તે માટે અથાગ મહેનત કરવા આહ્‌વાન કરાયું હતું અને લીલીયા તાલુકાના દરેક બુથમાંથી ઓછામાં ઓછા રપ સભ્યને કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે નોંધણી કરવાનું જણાવાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતને કોંગ્રેસ પક્ષના સભ્ય નોંધણીનું ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય કાર્યકરોની કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે નોંધણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, જનકભાઈ પંડ્યા, મનીષભાઈ ભંડેરી, વિપુલભાઈ પોંકીયા, ખોડાભાઈ માલવીયા, બહાદુરભાઈ બેરા, નીતિનભાઈ ત્રિવેદી, જીવરાજભાઈ પરમાર સહિતના લીલીયા તાલુકાના કોંગ્રી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.