સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતભરમાં ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૬૦ (૧૬૦) બેઠકો પર જીત અને ખેડા જિલ્લામાં ક્લીન સ્વીપ સાથે ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આ ભવ્ય સફળતાને વધાવવા માટે અમદાવાદના ખાનપુર અને નડિયાદના કમલમ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને શાનદાર વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અને પ્રદેશ નેતાઓની ઉપÂસ્થતિમાં યોજાયેલા આ જશ્નમાં કાર્યકરોએ વિજયી ઉલ્લાસ સાથે કેસરીયો લહેરાવ્યો છે.
ખેડા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો પર જીત મેળવીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કર્યા છે. નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ફટાકડા ફોડીને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ ધારાસભ્યો અને વિજેતા ઉમેદવારો હાજર રહ્યા હતા. નયનાબેન પટેલે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવીને જનતાનો આભાર માન્યો હતો. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે.
રાજ્યભરના ભાજપ કાર્યાલયો પર જીતની ખુશીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી . મીઠાઈ વહેંચીને એકબીજાનું મોઢું મીઠું કરાવીને આ ઐતિહાસિક વિજયને વધાવવામાં આવ્યો છે. પક્ષના હોદ્દેદારોએ આ જીતને જનતાના વિશ્વાસ અને સરકારના વિકાસકામોની જીત ગણાવી છે. આગામી સમયમાં વિજેતા ઉમેદવારો લોકસેવાના કાર્યોને વધુ વેગ આપશે તેવો સંકલ્પ પણ આ પ્રસંગે કરવામાં આવ્યો છે. પક્ષની મજબૂત વ્યુહરચનાના પરિણામે રાજ્યમાં કેસરીયો માહોલ છવાયો છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. કુલ ૧૬૦ બેઠકો પર કેસરીયો લહેરાતા પક્ષના કાર્યકરોમાં ભારે ઉન્માદ જાવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક સફળતાની ઉજવણી માટે ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી
ખાનપુર કાર્યાલય ખાતે યોજાનારા આ વિજયોત્સવમાં તમામ વિજેતા ઉમેદવારો અને પક્ષના પાયાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં કાર્યકરોએ જીતની ખુશીમાં ફટાકડા ફોડીને અને ઢોલ-નગારા વગાડીને વાતાવરણ ગજવી દીધું હતું પક્ષના અગ્રણીઓએ આ જીતને જનતાના વિશ્વાસ અને ડબલ એન્જિન સરકારના વિકાસના કામોની જીત ગણાવી છે. અમદાવાદના તમામ વોર્ડમાં ભાજપની મજબૂત પકડના કારણે વિરોધ પક્ષોના સૂપડા સાફ થઈ ગયા છે. આ ભવ્ય વિજય આગામી સમયમાં શહેરના વિકાસની ગતિને વધુ તેજ બનાવશે.









































