સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન થયુંં છે ૧૫ મનપા, ૮૪ પાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત માટે મતદાન થયું છે એક તરફ મતદાન કરવાનો ઉત્સાહ જાવા મળી રહ્યો હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે યોજાયેલા મતદાન દરમિયાન અમદાવાદના શીલજ ખાતે આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવારજનો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા આ પ્રસંગે તેમણે રાજ્યના તમામ મતદારોને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને નાગરિક તરીકેની પવિત્ર ફરજ નિભાવવાનો અનુરોધ કર્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોનલ ઓફિસ ખાતે તેઓ સહપરિવાર મતદાન કર્યું
દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે લોકશાહીના પર્વ નિમિત્તે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોનલ ઓફિસ ખાતે તેઓ સહપરિવાર મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ તેમણે ભગવાન મહાદેવના શરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને ત્યારબાદ કાર્યકર્તાના ઘરે હળવા અંદાજમાં જાવા મળ્યા હતા.
મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા સુપ્રસિદ્ધ કામેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપના પાયાના કાર્યકર્તા પરેશ પટેલના નિવાસસ્થાને ગયા હતા. અહીં તેમણે પરેશ પટેલના પરિવાર સાથે આત્મીય મુલાકાત કરી હતી અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું. કાર્યકર્તાના નિવાસસ્થાને રોકાણ દરમિયાન અમિત શાહ એકદમ હળવા મૂડમાં દેખાયા હતા. આ મુલાકાત દરમિયાન જ્યારે પત્રકારો અને કાર્યકર્તાઓએ બંગાળની ચૂંટણી વિશે વાત કરી, ત્યારે તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, “આ વખતે બંગાળની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે.” અમદાવાદમાં મતદાનની ફરજ બજાવ્યા બાદ તેઓ ફરીથી ચૂંટણી પ્રચારના મોરચે બંગાળ જવા માટે રવાના થયા હતાં
મહુવા તાલુકાના ઉમણીયાવર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન થયુંં છે આ દરમિયાન મતદારોની નારાજગી જાવા મળી અનેક મતદાન બુથ પર મતદારોએ ‘કટ નહિ તો મત નહિ’ કહીને બહિષ્કાર કર્યો હતો મહુવાના ઉમણીયાવર ગામના ત્રણ બુથ પર સવારથી એક પણ ચકલું ફરક્્યું નથી, એક પણ મત મતપેટીમાં પડ્યો ન હતો
મહુવા તાલુકાના ઉમણીયાવર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો તેનું કારણ છે કે નેશનલ હાઈવે ઉપર ‘કટ નહિ તો મત નહિ’ તેવા બેનોરો લગાવવામાં આવ્યા છે. ૨૦ ગામને જાડતા માર્ગમાં કટ ન હોવાને કારણે મહુવા જવા માટે ભારે અગવડતા પડતી હોય છે. તેથી ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરી મતદાન નથી કર્યું.
પાટણમાં ચાલુ મતદાનમાં મતદારનું મોત, ૬૫ વર્ષીય વૃદ્ધાને કેન્દ્ર પર આવ્યો હાર્ટ એટેક
પાટણના બી.એમ. સ્કૂલના મતદાન કેન્દ્ર પરની દુખદ ઘટના બની હતી. મતદાન દરમ્યાન એક મતદારનું મોત નિપજ્યું છે. ૬૫ વર્ષીય વૃદ્ધાનું હાર્ટ અટેકના હુમલાથી કેન્દ્ર પર જ મોત નિપજ્યું. કમળાબેન અનિલકુમાર સોલંકી નામના વૃદ્ધ મતદારના મોતની પુષ્ટિ થઈ છે.
વડતાલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી દેવ પ્રકાશ સ્વામી સાથે મંદિરના સંતો અને પાર્ષદોએ એક સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું.
વડતાલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી દેવ પ્રકાશ સ્વામી સાથે મંદિરના સંતો અને પાર્ષદોએ એક સાથે મતદાન કર્યું
વડતાલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી દેવ પ્રકાશ સ્વામી સાથે મંદિરના સંતો અને પાર્ષદોએ એક સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું. સ્વામીનારાયણ મંદિર વડતાલના સંત ૯૨ વર્ષના ધર્મપ્રસાદ શા†ી વ્હીલચેર પર મતદાન મથકે પહોંચ્યા હતા. તો ૬૦૦ થી વધારે સ્વામિનારાયણ સંતો સાથે મંદિરના પાર્ષદો, કર્મચારીઓ પણ મતદાન કર્યું. ડો.સંતવલ્લભદાસ સ્વામીએ કહ્યું કે, મતદાન એ લોકશાહીમાં આવશ્યક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરી આપણા અધિકાર અને આપણી ફરજ અદા કરીએ.
બોટાદ શહેરના નગરપાલિકાની ચૂંટણીને લઇ વોર્ડ નંબર છ માં આવેલ સરકારી હાઈસ્કૂલના બુથ પર લગ્ન પહેલાં મતદાન જરૂરી હોય તે મુજબ દુલ્હન આજે જાન આવી ગઈ હતી. પહેલા મતદાન કરવું જરૂરી હોય તેમ દુલ્હન મતદાન મથક પર પહોંચી હતી. ભૂમિ પંચાલ દ્વારા મતદાન કર્યા બાદ અન્ય લોકોને પણ મતદાન કરવું તેવી અપીલ પણ કરી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે મતદાન કર્યું. રાજ્યપાલ મંગુભાઈ પટેલે વોર્ડ નંબર ૧૩ ના ઉમેદવારો માટે કોન્વેન્ટ હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન કર્યું. મંગુભાઈ પટેલ અને તેમની પત્ની નર્મદાબેન પટેલે કોન્વેન્ટ હાઇસ્કુલના
આભાર – નિહારીકા રવિયા મતદાન કેન્દ્રના બુથ નં. ૧૩ ઉપરથી મતદાન કર્યું. રાજ્યપાલ મંગુભાઈ પટેલ સાથે પુત્રી દક્ષાબેન ટોપલીયા અને જમાઈ અશોક ટોપલીયાએ પણ મતદાન કર્યું. લોકશાહીના પર્વમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે પ્રથમ મતદાન કરી મતદાતાઓને મતદાન માટે પ્રેરણા આપી.
છોટાઉદેપુરના ધંધોડા ગામની દીકરીએ લગ્નની ચોરીમાં બેસતા પહેલા મતદાન કર્યું
છોટાઉદેપુરના ધંધોડા ગામની દીકરી રવિના રાઠવાએ આજે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્નની ચોરીમાં બેસવાની ઘડીઓ ગણાઈ રહી હતી, શરણાઈઓના સૂર રેલાઈ રહ્યા હતા, તેવા સમયે રવિનાએ સોળ શણગાર સજીને સૌપ્રથમ મતદાન મથકે પહોંચવાનું નક્કી કર્યું. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપીને રવિનાએ સંદેશ આપ્યો કે, “અંગત પ્રસંગ કરતા દેશનો વિકાસ એ આપણી પ્રથમ પ્રાથમિકતા છે.”
બનાસકાંઠાના ડીસામાં જાન પ્રસ્થાન પહેલા વરરાજાએ મતદાન કર્યું
આવો જ પ્રેરણાદાયી નજારો બનાસકાંઠાના ડીસામાં પણ જાવા મળ્યો હતો. થેરવાડા ગામના વરરાજા ચૌહાણ દીપકે લગ્નની શેરવાની અને સાફો પહેરીને જાન લઈને નીકળતા પહેલા લોકશાહીના માંડવે જવાનું પસંદ કર્યું. પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલા દીપકે જણાવ્યું કે, જીવનના નવા સફરની શરૂઆત કરતા પહેલા લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવવી એ મારા માટે ગર્વની વાત છે.
રાજકોટમાં મતદાન વચ્ચે હંગામો! વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસ ઉમેદવાર સહિત ૨૦ની અટકાયત
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત ૨૦ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે
મળતી માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર ૧૫માં જ્યારે મતદાન પ્રક્રિયા પૂરજાશમાં ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને તેમના સમર્થકો મતદાન મથકની આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની ૧૦૦ મીટરની અંદર કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરી શકાતો નથી. આરોપ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જઈને મતદારોને રીઝવવાનો કે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકબુલ દાવદાણી અને તેમની સાથેના અન્ય ૨૦ જેટલા સમર્થકોની અટકાયત કરી તેમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મતદાન મથક પર શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
મતદાનના ૩ કલાકમાં કોંગ્રેસે હાર માની, થલતેજમાં ભાજપની બિનહરીફ જીત
અમદાવાદમાં મતદાન શરૂ થયા બાદ થલતેજ વોર્ડ ચર્ચાનો વિષય બન્યો છે. અહીં મતદાનના થોડા જ સમયમાં કોંગ્રેસની ચૂંટણી વ્યવસ્થા નબળી જાવા મળી હોવાનું કહેવાય છે. કેટલાક સ્થળોએ કોંગ્રેસના કેમ્પ હટાવી દેવામાં આવ્યા હોવાની ચર્ચા છે. મતદારોમાં પણ સવારથી ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે. હવે સાંજ સુધી કેટલું મતદાન થાય છે અને ક્્યાં રાજકીય પલટો જાવા મળે છે તે પર સૌની નજર છે.
લારીમાં મતદાન કરવા આવ્યા ૧૧૦ વર્ષના દાદી; રાજાશાહી સમયથી મતદાન કરતા ૧૧૦ વર્ષના વૃદ્ધ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્યના શતાયુ વૃદ્ધોએ મતદાન કરી યુવાનો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અરવલ્લીના સાઠંબામાં લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જાવા મળી હતી. અહીં ૧૧૦ વર્ષના વૃદ્ધાને તેમના પુત્ર લારીમાં બેસાડીને મતદાન કેન્દ્ર સુધી લાવ્યા હતા. વૃદ્ધાની હાલત જાઈ ફરજ પરના પોલીસકર્મીઓએ માનવતા દાખવી તેમને ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા, જ્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કરી સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
દરમિયાન પાટણના સમી તાલુકાના દાઉદપુર ગામમાં ૧૦૮ વર્ષના વૃદ્ધ અણદા ખેંગાર નાડોદાએ મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દાઉદપુર પ્રાથમિક શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું. વધતી ઉંમર અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં લોકશાહી પ્રત્યેનો તેમનો આ જાગૃત અભિગમ ગ્રામજનો અને યુવા મતદારોમાં ભારે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યો હતો.
પંચમહાલ જિલ્લામાં સૌથી વયસ્ક મતદારે પોતાની ફરજ નિભાવી હતી. કાલોલ તાલુકાના કાતોલ ગામે ૧૧૨ વર્ષના વૃદ્ધાએ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિવારના ટેકા સાથે મતદાન કરવા આવેલા આ માજીએ સાબિત કર્યું કે લોકશાહીના પર્વમાં ઉંમર ક્યારેય બાધક બની શકતી નથી.
જૂનાગઢના બીલખામાં ૧૧૦ વર્ષના વૃદ્ધે મતદાન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ વૃદ્ધ રાજાશાહી સમયથી અવિરત મતદાન કરતા આવ્યા છે. તેમની સાથે માખીયાળામાં એક દિવ્યાંગ મતદારે વ્હીલચેરમાં આવીને મતદાન કર્યું હતું. કાળઝાળ ગરમી હોવા છતાં આ વડીલો અને દિવ્યાંગોમાં લોકશાહીનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો.