ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો વધ્યો છે. શાસક પક્ષ ભાજપે હવે ચૂંટણી તૈયારીને વધુ ગતિ આપતા મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કર્યું છે.
ભાજપ ચૂંટણી સમિતિની ત્રણ દિવસીય બેઠક આવતીકાલથી શરૂ થવાની છે. જેમાં ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી વ્યૂહરચના સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠકો ૫ થી ૭ એપ્રિલ દરમિયાન મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે.
આ બેઠક પહેલાં ઝોન સંકલન સમિતિની બેઠક યોજાશે. જેના આધારે વિસ્તારો મુજબના પ્રતિસાદ અને સમીકરણોનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય પ્રક્રિયા આગળ વધારાશે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના મુખ્ય નેતાઓ હાજર રહેશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે. ઉપરાંત ચૂંટણી સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહી વિસ્તૃત ચર્ચા કરશે.
આ બેઠકોને ભાજપ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના પ્રદર્શન પર રાજ્યના રાજકીય સમીકરણોનો સીધો પ્રભાવ પડે છે. હવે આવનારા દિવસોમાં ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણી વ્યૂહરચનાની સ્પષ્ટતા થવાની શક્યતા છે.








































