આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત કરવા માટે સંગઠન દ્વારા અત્યારથી જ વ્યૂહાત્મક તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીએ નગરપાલિકા સ્તરે પક્ષને પ્રચંડ બહુમતી અપાવવા અને ચૂંટણીલક્ષી કામગીરીનું સચોટ સંચાલન કરવા માટે જિલ્લાની મુખ્ય નગરપાલિકાઓ જેવી કે અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા, દામનગર અને બાબરા માટે ખાસ ઇન્ચાર્જાની નિમણૂક કરી છે. આ નિયુક્ત ઇન્ચાર્જાે આગામી સમયમાં પાયાના સ્તર સુધી જઈને ચૂંટણી વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવશે. જિલ્લા પ્રમુખના જણાવ્યા અનુસાર, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા તથા મહેશભાઈ કસવાળા, જે.વી.કાકડિયા, જનકભાઈ તળાવિયા અને હીરાભાઈ સોલંકી જેવા અનુભવી ધારાસભ્યોના નેતૃત્વમાં પ્રચાર અભિયાન વેગવંત બન્યું છે. જનતામાં રાષ્ટ્રહિત અને વિકાસની રાજનીતિ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેનાથી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પર કમળ ખીલશે તેવો અતૂટ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.










































