સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો આજે છેલ્લો દિવસ હોવાથી ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો ધસારો જાવા મળ્યો હતો. ગત તા.૬થી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને આજે તા.૧૧ના રોજ ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લા દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારોનો ધસારો જાવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ચૂંટણી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે નગરપાલિકામાં એક પણ ફોર્મ ભરાયુ નહોતુ જયારે તાલુકા પંચાયતમાં ૩ ફોર્મ ભરાયા હતા અને જિલ્લા પંચાયતમાં બે ફોર્મ ભરાયા હતા. જેમ જેમ દાવેદારો ચૂંટણી લડવા માટે તૈયાર થતા ગયા તેમ-તેમ ઉમેદવારોનો ધસારો જાવા મળી રહ્યો છે. તા.૧૧ના રોજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આખરી ચિત્ર સ્પષ્ટ થયુ છે. જેમાં નગરપાલિકા માટે પ૪૮, તાલુકા પંચાયતમાં ૬૩૯ અને જિલ્લા પંચાયતમાં ૧ર૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ખેંચવાની છેલ્લી તા. ૧૩ હોય ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કેટલા ઉમેદવાર રહે છે તે ચિત્ર સ્પષ્ટ થશે.









































