સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. ૧૬ ફેબ્રુઆરીના રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાર શોરથી પ્રચારમાં લાગી ગયા છે. જા કે અમરેલીમાંચલાલા નગરપાલિકા વિસ્તારમાં પ્રચાર સમયે ભાજપ અને
આભાર – નિહારીકા રવિયા કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તંગ વાતાવરણ જાવા મળ્યું. માહિતી મુજબ ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેના કારણે બંને પક્ષના સમર્થકોમાં ઉગ્રબોલાચાલી થઇ. આ પ્રચાર કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે પોતપોતાના સમર્થકો સાથે જાડાયેલા હતા.
જ્યારે બંને પક્ષો વચ્ચે સ્થિતિ વધુ બગડી રહી હતી, ત્યારે સ્થાનિક પોલીસે વચ્ચે પડવુ પડ્યુ હતુ. કાર્યકરો વચ્ચે બોલાચાલીના કારણે તણાવનો માહોલ ઉભો થયો હતો, પરંતુ પોલીસના સમયસર દખલથી આ મામલો શાંત પાડવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ તરફી ૨૧૫ બેઠકો બિન હરીફ થઈ ગઈ છે. ૬૮ નગરપાલિકાની ૧૯૬ બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠકો બિનહરીફ થઈ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૬૮ નગરપાલિકામાં કુલ ૧૯૬ નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ, જુનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની ૧૦ બેઠકો એમ કુલ મળીને ૨૧૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે.