સ્થાનિક શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ ગુરુવારે પણ ચાલુ રહ્યો. બજાર ફ્લેટ બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ આજે ૩૨.૧૧ પોઈન્ટ ઘટીને ૭૬,૧૩૮.૯૭ પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૧૩.૮૫ પોઈન્ટ નબળો પડીને ૨૩,૦૩૧.૪૦ ના સ્તરે બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન, નિફ્ટીએ ૨૩,૨૩૫.૫૦ ની ઇન્ટ્રાડે હાઈ સપાટી નોંધાવી હતી, જ્યારે દિવસનું સૌથી નીચું સ્તર ૨૨,૯૯૨.૨૦ જાવા મળ્યું હતું.
નિફ્ટી ૫૦ માં સમાવિષ્ટ ૫૦ કંપનીઓમાંથી ૨૭ કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા. મુખ્ય નુકસાનમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, હીરો મોટોકોર્પ, ઇન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે, જે ૪.૯૩ ટકા સુધીના નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટી ૫૦ શેરોમાં, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને સિપ્લા સૌથી વધુ વધ્યા હતા. આ શેર ૩.૧૨ ટકા સુધીના વધારા સાથે બંધ થયા.
આજના કારોબારના અંતે, નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૨૫ ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૩૭ ટકા ઘટ્યો હતો. નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ, ફાર્મા, મેટલ, હેલ્થકેર, પ્રાઇવેટ બેંક અને રિયલ્ટી સૂચકાંકો ૧.૪૭ ટકા સુધીના વધારા સાથે બંધ થયા. તેવી જ રીતે,એનએસઇ પર ઓટો,આઇટી,એફએમસીજી,પીએસયુ બેંકો,ઓએમસી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરલ ઇન્ડેક્સમાં ૧ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારોમાં તેજી જાવા મળી. યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો શરૂ કરવા માટે યુએસ રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન નેતા વ્લાદિમીર પુતિન વચ્ચે સંમતિ બાદ તેની અસર જાવા મળી. શરૂઆતના વેપારમાં ફ્રાન્સનો સીએસી ૪૦ ૧.૦% વધીને ૮,૧૨૨.૯૬ પર, જ્યારે જર્મનીનો ડ્ઢછઠ ૧.૨% વધીને ૨૨,૪૧૮.૧૬ પર બંધ રહ્યો. બ્રિટનનો એફટીએસઇ ૧૦૦ ૦.૮% ઘટીને ૨૨,૪૧૮.૧૬ પર બંધ રહ્યો. એપીએ અહેવાલ આપ્યો છે કે યુ.એસ. શેરબજારમાં થોડો ફેરફાર થયો હતો, ડાઉ ફ્યુચર્સ ૦.૧% કરતા ઓછા ઘટીને ૪૪,૪૪૨.૦૦ પર બંધ રહ્યો હતો.એસએન્ડપી ૫૦૦ ફ્યુચર્સ પણ થોડા બદલાયા હતા, જે ૦.૧% થી ઓછા ઘટીને ૬,૦૭૦.૨૫ પર આવ્યા હતા.
જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ૨૨૫ ૧.૩% વધીને ૩૯,૪૬૧.૪૭ પર બંધ થયો. ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી એએસએકસ૨૦૦ લગભગ ૦.૧% વધીને ૮,૫૪૦.૦૦ પર પહોંચ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧.૪% વધીને ૨,૫૮૩.૧૭ પર પહોંચ્યો. હેંગ સેંગે તેનો શરૂઆતનો ફાયદો ગુમાવ્યો અને ૦.૨% ઘટીને ૨૧,૮૧૪.૩૭ પર બંધ રહ્યો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ૦.૪% ઘટીને ૩,૩૩૨.૪૮ પર બંધ રહ્યો.