દિલ્હી નજીક આવેલા ગુરૂગ્રામમાં જોહેરમાં નમાઝ પઢવા સામે સ્થાનિક લોકોના વિરોધ બાદ વધેલા વિવાદના પગલે હરિયાણા સરકારને એક્શનમાં આવવુ પડ્યુ છે.
ગુરૂગ્રામ તંત્ર દ્વારા શહેરમાં આઠ જગ્યાએ નમાઝ પઢવાની મંજૂરીને રદ કરી દેવાઈ છે અને સાથે કહેવાયુ છે કે, શહેરમાં જે પણ જગ્યાએ ખુલ્લામાં નમાઝ પઢવા સામે આસપાસના લોકોને વાંધો હશે ત્યાં પરવાનગી આપવામાં નહીં આવે.મંગળવારે તંત્ર અને સ્થાનિક લોકો તેમજ હિન્દુ સંગઠનો વચ્ચે બેઠક યોજોઈ હતી. જેમાં મુસ્લિમ સંગઠનો પણ હાજર રહ્યા હતા. તમામે આ નિર્ણય પર સંમતિ વ્યક્ત કરી છે.
તંત્રનુ કહેવુ છે કે, જ્યાં નમાઝ પઢાય છે તે સ્થળો માટે એક કમિટી બનાવવામાં આવી છે. તમામ પક્ષકારો સાથે વાતચીત કરીને કમિટી નિર્ણય લેશે કે ક્યાં નમાઝ પઢવામાં આવશે અને સાથે સાથે કોઈ પણ રસ્તો, સાર્વજનિક જગ્યાએ નમાઝ ન પઢવામાં આવે તે પણ કમિટી જોશે.