અમદાવાદના મોટેરામાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીલની મેચ યોજાઈ હતી. ત્યારે મેચ જાવા માટે આવેલી ભીડમાંથી એક યુવક પોલીસ બંદોબસ્ત તોડીને ચાલુ મેચ દરમિયાન મેદાનમાં ઘૂસ્યો હોવાની ઘટના બની હતી. યુવક ચાલુ મેચમાં મેદાન પહોંચીને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોનીના ચરણમાં શીશ ઝુકાવ્યુ હતુ.
ધોનીનો ફેન્ સ્ટેડીયમમાં ઘુસી જતા ફરી એક વાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. આ સાથે જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પીચ સુધી પહોંચનાર યુવક ભાવનગરનો હોવાનું સામે આવ્યુ છે. ભાવનગરનો જય જાની નામનો યુવક ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યો હતો. જેના પગલે અમદાવાદ ઇઓડબ્લ્યુ ક્રાઈમ બ્રાન્ચમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે જય જાનીની ધરપકડ કરી છે.