રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટથી પાચવડા જતા રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ૯,૩૮૪ બોટલ દારૂ ઝડપી પાડયો છે. જસદણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દારૂનું વેચાણ થઈ રહ્યુ હોય જેની માહિતી એસએમસીના વડા નિર્લિપ્ત રાયને મળી હતી. આજે એસએમસીની ટીમ દ્વારા આટકોટથી પાચવડા જતા રોડ પર રેડ પડવામાં આવી હતી. જેમાં ૬૧,૪૬,૬૭૦ લાખની કિંમતની ૯,૩૮૪ નંગ દારૂની બોટલ પકડી પાડવામાં આવી હતી. સાથે જ ર૦ લાખની કિંમતનો ટ્રક પણ ઝડપાયો હતો. પોલીસની રેડ પહેલા જ ટ્રક ડ્રાઈવર અને કિલનર ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર, ટ્રક માલિક, ડ્રાઈવર-કિલનર સહિતના આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. રેડ દરમ્યાન એસએમસીના પીઆઈ આર.કે. કરમટા અને તેમની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.