ગુજરાતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન્સ પૈકીની એક અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ્સે વૃદ્ધોના હેલ્થકેરના ક્ષેત્રે પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી હાથ ધરેલી એક અનોખી પહેલરૂપે ‘એલ્ડરલી ફર્સ્ટ’ પ્રિવિલેજ કાર્ડ લોન્ચ કર્યું હતું. વરિષ્ઠ નાગરિકોની સંભાળ માટે તબીબી સેવાઓ વધારવા માટે જ નહીં પરંતુ તેમના પ્રત્યેના અભિગમમાં ધરમૂળથી પરિવર્તનને પણ પ્રોત્સાહન આપવાના વિઝનથી સ્ટર્લિંગ હોસ્પિટલ્સે આ અત્યાધુનિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો. આ પહેલ તેમની અનોખી જરૂરિયાતો મુજબના વ્યાપક, સુલભ અને કરૂણાસભર હેલ્થકેર સોલ્યુશન્સ દ્વારા વરિષ્ઠ નાગરિકોને સશક્ત કરશે.









































